Gujarat

અમરેલી એસટી માં કાઠી સમાજ લોકોને સ્નેહમિલન યોજાયું

અલગ અલગ અમરેલીના ડેપો પર થી લોકોએ મોટા પ્રમાણમાં હાજરી આપી હતી
અમરેલીમાં એસટી કર્મચારીઓ દ્વારા એક બહુ સરસ મજાનું કાઠી સ્નેહ મિલન નું આયોજન કરવામાં આવેલું હતું જેમાં એસ.ટી અમરેલી વિભાગના અલગ અલગ ડેપો માંથી મોટી સંખ્યામાં ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ કાર્યક્રમનો હેતુ સમાજમાં એકતા લાવવા માટે તેમજ સમાજના કોઈપણ ભાઈ સાથે નોકરી બાબતે કોઈ અન્યાય થતો હોય અથવા તો એને કંઈ મૂંઝવણ હોય
તો એના માટે શું રસ્તો લાવો તેમજ સમાજના સંગઠનને કઈ રીતે મજબૂત બનાવવું તેવો અલગ અલગ પ્રવક્તાઓ દ્વારા સમાજના સંગઠનને મજબૂત બનાવવા અને સમાજ ના ભાઈઓ સાથે કોઈ અન્યાય ન થાય તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વિભાગના વડા શ્રી સોલંકી સાહેબ તેમજ D.T.O બેન શ્રી હિરીબેન. અપારનાથી સાહેબ ડીએમઇ સાહેબ શ્રી ગોહિલ સાહેબ ડેપો મેનેજર શ્રી કરમટા સાહેબ. રાજકોટીયા સાહેબ તેમજ સંકલન સમિતિના આગેવાનો તેમજ ત્રણેય યુનિયનના આગેવાનો હાજરી આપી હતી
રિપોર્ટ.. વિપુલ મકવાણા અમરેલી