Gujarat

બનાસકાંઠાની એલસીબી પોલીસે પાંથાવાડાના સાતસણ પાસેથી ડાલામાં દારૂ ભરીને લઈ જતાં ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા

બનાસકાંઠા એલસીબી પોલીસે પાથાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દારૂની હેરાફેરી કરતા એક સીએનજી ડાલા સાથે ત્રણ ઈસમોને ઝડપી પાડ્યા છે. એલસીબી પોલીસે પાથાવાડા પોલીસ સ્ટેશનમાં બાતમી હકીકતના આધારે દાંતીવાડા તાલુકાના સાતસણ ગામની સીમ પાસેથી દારૂ ભરેલું ડાલુ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન મુજબ પાંથાવાડા પોસ્ટે વિસ્તારમાં LCB પોલીસ સ્ટાફ પેટ્રોલીગમાં હતા તે દરમીયાન બાતમી હકીકત મેળવી સાતસણ ગામની સીમમાં પાસેથી દારૂની હેરાફેરી થનાર છે જે આધારે LCB પોલીસે વોચમાં હતા. જે દરમિયાન પાથાવાડાના સાતસણ ગામની સીમ પાસે એક સુપર કેરિયર સીએનજી ડાલુ આવતા તને રોકાવી પોલીસે તપાસ હાથ ધરી હતી.

સુપર કેરીયર સી.એન.જી. ડાલા નંબર GJ-01-KT-2383 માંથી ભારતીય બનાવટની વિદેશી બિયરની બોટલ નંગ- 168 કિ.રૂ. 26880 તેમજ કુલ 3,41,880 ના મુદ્દામાલ સાથે ચાલક વિજયભાઇ બાજુભાઇ ઠાકોર, રહે. વાછડાલ, ધાનેરા તેમજ તેઓની સાથે ડાલામાં બેસેલ શંકરભાઇ રમેશભાઇ ઠાકોર, રહે. વાછડાલ, ધાનેરા તેમજ દિનેશભાઇ નાગજીભાઇ ઠાકોર, રહે. ઝાત દાંતીવાડા વાળાઓ પોલીસના હાથે ઝડપાઈ જતા અને મોટર સાઇકલ વડે પાયલોટીંગ કરનાર અને માલ ભરી લઇ આવનાર તમામ વિરૂધધમાં પાંથાવાડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.