Gujarat

નસવાડી ખાતે પોલીસ કર્મચારીઓના ક્વાટર્સ બનાવવા માટે રેન્જ આઈજીપીએ ભૂમિપૂજન કર્યું 

નસવાડી પોલીસ સ્ટેશનમાં અને આઉટપોસ્ટમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને રહેવા માટે છેલ્લા 10 વર્ષ થી પોલીસ ક્વાટર્સ જર્જરિત બનતા પોલીસ કર્મચારીઓ ભાડા ના મકાન માં રહેતા હતા. જેનાથી કર્મચારીઓને ભાડું મોંઘુ પડતું હતું.
વર્ષો થી જગ્યા ની શોધ પોલીસ વિભાગ કરતુ હતું. પોલીસ કર્મચારીઓ માટે ક્વાટર્સ બને તે માટે સરકાર દ્વારા નસવાડી સેવાસદન રોડ ઉપર જગ્યા ફાળવતા રેન્જ આઈજીપી તેમજ જિલ્લા પોલીસ વડા દ્વારા ભૂમિપૂજન કરીને ક્વાટર્સ બનાવવા માટેની કામગીરી હવે શરુ થશે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર