ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર મોહમ્મદ શમી છેલ્લા ૧ વર્ષથી ટીમ ઈન્ડિયાનો ભાગ બની શક્યો નથી. તે ર્ંડ્ઢૈં વર્લ્ડ કપ ૨૦૨૩ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. પગની ઘૂંટીની ઈજાને કારણે શમીએ ફેબ્રુઆરી ૨૦૨૪માં સર્જરી કરાવી હતી. આવી સ્થિતિમાં, તે હાલમાં જ રણજી ટ્રોફીમાંથી મેદાનમાં પાછો ફર્યો હતો અને હવે તે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ૨૦૨૪માં રમી રહ્યો છે. આ ટૂર્નામેન્ટની વચ્ચે શમીના ફેન્સ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે.
બંગાળ અને મધ્યપ્રદેશ વચ્ચે રમાયેલી મેચ દરમિયાન શમી ઈજાના કારણે દર્દમાં જાેવા મળ્યો હતો. જે બાદ મેડિકલ ટીમે મેદાનની વચ્ચે તેની તપાસ કરવી પડી હતી. મોહમ્મદ શમી શુક્રવારે નિરંજન શાહ સ્ટેડિયમ ગ્રાઉન્ડ ઝ્ર ખાતે મધ્યપ્રદેશ સામે બંગાળના સૈયદ મુસ્તાક અલી ટ્રોફી મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. વાસ્તવમાં, આ મેચ દરમિયાન, તે પીઠની ઇજાને કારણે ખૂબ પીડામાં જાેવા મળ્યો હતો. બોલિંગ કરતી વખતે તેને પીઠની સમસ્યા અનુભવાઈ હતી. બોલિંગ કરતી વખતે તે નીચે પડી ગયો, જેના પછી શમી અસહજ અનુભવતો હતો અને તેની પીઠને પકડીને જમીન પર સૂઈ ગયો.
જેણે દરેકના હૃદયના ધબકારા વધારી દીધા હતા. મોહમ્મદ શમીને દર્દમાં જાેઈને સેન્ટર ઓફ એક્સેલન્સની મેડિકલ ટીમે તેની તપાસ કરી હતી, આ દરમિયાન સેન્ટર ઓફ એક્સેલન્સની મેડિકલ પેનલના વડા નીતિન પટેલ પણ મેદાનમાં હાજર હતા. જાેકે, ટૂંકી સારવાર બાદ શમીએ ફરી બોલિંગ કરી અને પોતાની ઓવર પૂરી કરી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શમીને પડી જતાં તેને થોડો આંચકો લાગ્યો હશે, પરંતુ તેનાથી કોઈ ગંભીર ઈજા થઈ નથી. આવી સ્થિતિમાં તે આગળ પણ ટૂર્નામેન્ટમાં રમતા જાેવા મળશે. ટીમ ઈન્ડિયા હાલ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે.
ભારતીય પસંદગીકારોએ આ પ્રવાસ માટે ટીમમાં ૧૮ ખેલાડીઓને જગ્યા આપી છે. પરંતુ અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમી આ ટીમનો ભાગ નથી. તે છેલ્લી સિઝનથી ઈજાથી પરેશાન હતો અને ટીમની જાહેરાત થઈ ત્યાં સુધી તે ફિટ નહોતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ સિરીઝ દરમિયાન શમીને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવી શકે છે. જેના માટે સેન્ટર ઓફ એક્સેલન્સની મેડિકલ ટીમ તેના પર નજર રાખી રહી છે.

