છોટાઉદેપુર તાલુકા સમસ્ત આદિવાસી સમાજની ચિંતન શિબિર છોટાઉદેપુર નગરમાં યોજાઈ હતી. આદિવાસી સમાજ દ્વારા આ ચિંતન શિબિર યોજવાનું આયોજન કર્યું હતું. જેમાં પૂર્વ ધારાસભ્ય પ્રોફેસર શંકરભાઈ રાઠવા,બરોડા ડેરીના ડિરેક્ટર સંગ્રામસિંહ રાઠવા,સામાજિક આગેવાન માધુભાઈ રાઠવા,દિનેશભાઈ રાઠવા,ગુમાનભાઈ રાઠવા સહિત આદિવાસી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ ચિંતન શિબિરમાં છોટાઉદેપુર તાલુકામાં શિક્ષણની ગુણવતાની સુધારણા માટે વિવિધ મુદ્દાઓની ચર્ચા કરી હતી. તેમજ છોટાઉદેપુર તાલુકામાં સામાજિક દુષણો દુર કરવા માટે વિવિધ મુદ્દાઓની ચર્ચા અને આયોજન કરવામાં આવ્યું હતું. છોટાઉદેપુર તાલુકામાં આદિવાસી સમાજની મંડળ રચના માટે આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી.
*રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર*

