મુંબઈ
સત્તાવાર પ્રવક્તાના જણાવ્યા મુજબ નેવલ ડોક્યાર્ડ ખાતે આઠમીએ સવારે ૯ વાગ્યે પરેડ યોજાશે અને ત્યારબાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે કિલર સ્કવૉડ્રનને પ્રેસિડેન્ટસ સ્ટાન્ડર્ડ એવોર્ડ પ્રદાન કરીને બહુમાન કરવામાં આવશે. આ કિલર સ્કવૉડ્રને ૧૦૭૧ના યુદ્ધ વખતે પાકિસ્તાનના કરાચી બંદર પર હુમલો કરીને ખેદાનમેદાન કરી નાખ્યું હતું. આ સ્કવૉડ્રનનું સૂત્ર છે હિટ ફર્સ્ટ એન્ડ હિટ હાર્ડ. આ સૂત્ર અનુસાર દુશ્મન પર હુમલો કરવામાં કિલર સ્કવૉડ્રનના યુદ્ધ જહાજ મોખરે રહે છે.૧૯૭૧ના ભારત- પાક યુદ્ધ વખતે પાકિસ્તાનને પરાસ્ત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી ચૂકેલી નેવીની કિલર સ્કવૉડ્રન તરીકે ઓળખાતી ૨૨મી મિસાઇલ વેસલ સ્કવૉડ્રને ૫૦ વર્ષ પૂર્ણ કર્યા છે. આ નિમિત્તે આઠમી ડિસેમ્બરે મુંબઇના નેવલ ડૉકયાર્ડમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે સ્કવૉડ્રનનું સન્માન કરવામાં આવશે.
