Gujarat

સંસ્કારતીર્થ શૈક્ષણિક સંકુલ – બોટાદનાં વિદ્યાર્થીઓની ઝળહળતી સિદ્ધિ.

*સંસ્કારતીર્થ શૈક્ષણિક સંકુલ – બોટાદનાં વિદ્યાર્થીઓની ઝળહળતી સિદ્ધિ.*

ગીતા પાઠશાળા સંસ્થાન – ગઢડા દ્વારા તા.૧૧/૧૨/૨૪ ને બુધવારના રોજ નૂતન કન્યા વિદ્યાલય – ગઢડા ખાતે શ્રીમદ્ ભગવદ્ ગીતા જયંતી મહોત્સવ ની ઉજવણી નિમિત્તે શ્લોકગાન, નિબંધ લેખન અને વક્તૃત્વ જેવી વિવિધ સ્પર્ધાઓનું મેગા ફાઈનલ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંસ્કારતીર્થ શૈક્ષણિક સંકુલ – બોટાદનાં વિદ્યાર્થીની લંગાળીયા માનસીએ મા.વિભાગની વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ નંબર અને કણઝરીયા અવનીએ ઉ.મા.વિભાગની નિબંધ લેખન સ્પર્ધામાં તૃતીય નંબર પ્રાપ્ત કરી પોતાનું અને શાળાનું ગૌરવ વધાર્યું છે. એ બદલ શાળા પરિવાર બંને વિદ્યાર્થીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.શાળાની આ ઝળહળતી સિદ્ધિમાં ટ્રસ્ટી શ્રી ચડોતરા અશોકભાઈનો સાથ-સહકાર અને શિક્ષક શ્રી પારેખ લાલજીભાઈ તથા અન્ય શિક્ષકોનું માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું.

IMG-20241212-WA0000-0.jpg IMG-20241212-WA0001-1.jpg