Gujarat

શ્યામ મહિલા મંડળ – જુનાગઢ – મિટિંગ અહેવાલ

શ્યામ મહિલા મંડળ – જુનાગઢ
– મિટિંગ અહેવાલ –

તા. 4-01-25 ને રવિવાર ના રોજ શ્યામ વાડી ખાતે આ વરસ ની પ્રથમ મિટિંગ મળી હતી, જેમાં ગયા વરસ નો અહેવાલ તેમજ ગયા વરસ નો નાણાકીય હિસાબ રજૂ કરવામાં આવ્યો હતો. તેમજ ડિસટીક કોઓરડીનેટર આશીર્વાદ ફાઉન્ડેશન અમદાવાદ તરફથી જાગૃતિ અભિયાનના ડો.વષૉબેન રાદડિયા એ બહેનોમા થતાં વિવિધ પ્રકારના કેન્સર ની માહિતી આપી હતી તેમજ સ્તન કેન્સર ના નિદાન માટે ના સાધનની મદદ થી તપાસ કરવા બાબતની માહિતી આપી હતી અને મહિલા મંડળ ની બહેનો સાથે પ્રશ્નોતરી કરી હતી અને કેન્સર ની બિમારી વિષે સંપૂર્ણ માહીતગાર કયૉ હતા.
આ ઉપરાંત ડૉ. પ્રતિક ટાંક ના ધર્મપત્ની ડૉ. ફોરમબેન માસ્ટર ઈન ટમૅટોલોજી ની ડીગ્રી પ્રાપ્ત કરલ હોય તેઓ ને આ મિટિંગમાં આમંત્રિત કરી તેમનું પણ સન્માન કરવામાં આવેલ અને તેઓએ પણ સ્કીન ઉપર પ્રવચન આપેલ અને બહેનો સાથે પ્રશ્નોતરી કરેલ.
મિટિંગ મા પ્રમુખ શ્રી મીનાબેન ગોહેલ નવા વર્ષ ની પ્રથમ મીટીંગ હોય સર્વને શુભેચ્છા પાઠવી, આગામી 2025 ના વર્ષમાં મહિલાઓમાં રહેલી સુષુપ્ત શક્તિને પ્રોત્સાહન મળે તેવા કાર્યો કર્મો કરવાની માહિતી આપી હતી
મંત્રી શ્રી અરુણાબેન ભાલીયા કન્વિનર શ્રી કિશોરભાઈ ચોટલીયા અને શ્રી ભરતભાઈ ભાલીયા એ પ્રસંગોચિત પ્રવચનો આપેલા.
ઉપરોક્ત કાર્યક્રમનુ સંચાલન કન્વીનર શ્રી કિશોરભાઈ ચોટલીયા દ્વારા તથા આભારવિધિ મંત્રી શ્રીમતી અરુણાબેન ભાલીયા દ્વારા કરવામાં આવેલ હતી
મિટિંગ ના અંતે સતાધાર મહંત શ્રી શામજી બાપુની આરતીકરી દર્શન નો લાભ લઈ ધન્યતા અનુભવેલ હતી
અને મિટિંગ પુણૅ થયા બાદ ભજીયા ની મોજ માણી કાયૅક્રમ પુણૅ કરેલ.

પ્રમુખ શ્રી મીનાબેન ધીરુભાઈ ગોહેલ
મંત્રીશ્રી:- અરુણાબેન ભાલીયા.
કન્વીનર શ્રી કિશોરભાઈ ચોટલીયા

IMG-20250108-WA0059-3.jpg IMG-20250108-WA0060-2.jpg IMG-20250108-WA0062-1.jpg IMG-20250108-WA0061-0.jpg