ઊનાના પસવાડા ગામના પાદર સુધી વનરાજા આવી પહોચતા પશુઓ તેમજ આ વિસ્તારમાં રાત્રીના તાપણુ કરી તાપતા યુવાનોમાં ભાગદોડ મચી ગયેલ હતી. રાત્રીના સમયે અચાનક સિંહ રહેણાંક વિસ્તાર સુધી આવી જતા મંગાપશુમાં અફડા તફડી મચી ગયેલ હતી. અને નજીકમાં યુવાનો ઠંડી હોવાથી તાપણુ કરી બેઠેલા યુવાનોમાં ભાગદોડ મચી જતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો.


