Gujarat

નવાબંદર ગામે ગુજરાત મત્સ્યોધ્યોગ કેન્દ્રિય સંચાલીત ડિઝલ પંપના મશીનો બદલાવા માંગ.

ઉના તાલુકાના નવાબંદર ખાતે આવેલ ગુજરાત મત્સ્યોધ્યોગ કેન્દ્રિય સહકારી સંસ્થા લિમિટેડ દ્વારા સંચાલિત ડીઝલ પંપ વર્ષો જુના વખતો વખતના હોય તેની યોગ્ય તપાસ કરી જુના પંપને બદલાવી નવા પંપ મુકવામાં આવે તેવી રજૂઆત કરેલ હતી.

રજુઆતમાં જણાવ્યા મુજબ નવાબંદર ખાતેના ડિઝલ પંપમાં ડિઝલ પૂરવા માટેના જુનવાણી સિસ્ટમના મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. હાલ ખૂબ જ આધુનિક ડિઝલ મશીનો આવી ગયા છે. છતાં નવાબંદર ગામે ડીઝલ પંપમાં એકદમ જૂની ખખડધજ મશીનરી સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે. જેના કારણે અશિક્ષિત અને અભણ માછીમારો કે જેને તોલમાપ કે અન્ય કોઈ માહિતી હોતી નથી. આ પંપના સંચાલકો દ્વારા ગેર લાભ ઉઠાવવામાં આવતો હોય એવી આશંકા છે. આ ડીઝલ પંપમાં યોગ્ય તપાસ કરી અને ડીઝલ પુરવાનું નવા મશીન મુકવામાં આવે તેવી યુવા કોળી સમાજના પ્રદેશ પ્રમુખ રસિક ચાવડાએ કલેકટર તથા મામલતદારને લેખિત રજુઆત કરી માંગ કરેલ છે. હવે વહીવટી તંત્ર તપાસ કરે છે કે કેમ તે તો આવનાર સમય જ બતાવશે તેવી રજુઆત કરેલ….

-ડીઝલ-પંપ-ના-મશીનો-બદલાવા-માંગ.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *