આજે જ્યારે અમરેલી સમગ્ર રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર બન્યુ છે ત્યારે શહેરના આ વિસ્તારની એકતા અને તહેવાર ઉજવવાની ભાવના પણ ધ્યાનાકર્ષક ગણાય
અમરેલી ખાતે આવેલ બ્રાહ્મણ સોસાયટીના ગોપાલનગરની મકરસંક્રાંતિના પવિત્ર પર્વ નિમિત્તે અનોખી ઉજવણી આ વિસ્તારના તમામ માત્રને માત્ર હિન્દુ સમાજે ભેગા મળી અને દેશી રાસ ગરબા લીધા અને સાથે મળી અને પોતપોતાના ઘરેથી મેથીની ભાજી બટેટા કોથમીર ,આદુ મરચાં વગેરે જે કાંઈ ઘેરે હતું તે રાતે એક જ સ્થળે લાવી અને ભજીયા બનાવી અને સૌવે મોજ માણી મકરસંક્રાંતિનો પ્રસાદ સહુએ એક પગંતમાં લીધો. આવા તહેવારો સામાજિક એકતાનું પ્રતિક ગણાય છે તે મુજબ અમીર ગરીબના ભેદભાવ જ્ઞાતિના ભેદભાવ છોડી અને શહેર એકતા બતાવી છે
બિપીન પાંધી સાવરકુંડલા

