થાનગઢ નગરપાલિકાના છેલ્લા 2 વર્ષથી વહીવટી શાસનમાં થાન વિસ્તારની અંદર રોજનું લાખો લિટરનું પાણી વેડફાઈ રહ્યું છે. થાન નગરપાલિકા વિસ્તારની અંદર અનેક વિસ્તારની અંદર આજના સમયે એકત્રે પાણી આવી રહ્યું છે. ત્યારે નગરપાલિકાના અનેક વિસ્તારની અંદર પાણીના વાલ લીકેજ જોવા મળે છે. જેના કારણે પાણી વેડફાઈ રહ્યું છે.
આ અંગે પાલિકામાં અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. પરંતુ થાનગઢની અંદર 50000ની વસતી એકાતરે પાણી મળી રહ્યું છે. ત્યારે નગરપાલિકાના તાત્કાલિક ધોરણે આવવા લીકેજ લાઈનો રિપેરીંગ કરીને પાણીનો બચાવ કરવો જરૂરી છે.
થાનગઢ નગરપાલિકા વિસ્તારની અંદર 100થી પણ વધારે પાણીના વાલ લીકેજ થઈ રહ્યા છે. ત્યારે વોર્ડ નંબર 6ની અંદર અને 5ની અંદર 100 ફૂટ 200 ફૂટની અંતરમાં પાણીના વાલ લીકેજ છેલ્લા એક વર્ષથી થઈ રહ્યા છે. પણ થાનગઢ પાલિકાની અંદર વહીવટદાર શાસનની અંદર કોઈ પણ ધ્યાન દેવાવાળું ન હોવાનો ઘાટ સર્જાયો છે.
થાનગઢ કોંગ્રેસ પ્રમુખ મંગળભાઈ ભગત, બાબુભાઈ પારગી, બેચરભાઈ સોલંકી રજૂઆત કરી છે કે આવા રિપેરીંગ કરીને પાણી બચાવો જરૂરી છે.

