ગઈ તા.૧૪/૦૧/૨૦૨૫ ના રોજ જામલી(મુ) ગામની સીમમાંથી બનસીંગભાઇ ઉર્ફે ખજુરીયાભાઇ રાઠવા રહે રાયસીંગપુરા લીમડી ફળીયા તા.કવાંટ જી.છોટાઉદેપુર નાઓની લાશ મળી આવેલ હતી અંગુ અને મરનારના ગળાના ભાગે મફલર વીટાળેલ હોય જેથી સદર બનાવ બાબતે તેના પિતા ખજુરીયાભાઇ સેવજીભાઇ રાઠવા નાઓની જાહેરાત આધારે કવાંટ પોલીસ સ્ટેશનમાં નં.૦૨/૨૦૨૫ રજી કરવામાં આવેલ અને લાશનું પી.એમ કરાવતા મરનારને ગળે ટુપો આપી મોત નીપજાવેલ હોવાનું ડો.નાઓ જણાવતા આ બાબતે કવાંટ પો.સ્ટે. એ પાર્ટ – ગુ.ર.નં.૧૧૧૮૪૦૦૬૨૫૦૦૪૦/૨૦૨૫ બી.એન.એસ કલમ ૧૦૩(૧) મુજબનો ગુનો તા.૧૫/૦૧/૨૦૨૫ ના રોજ અજાણ્યા કે ઇસમ વિરુધ્ધ દાખલ કરવામાં આવેલ હતો જે ગુનો પ્રથમથી જ વણ શોધાયેલ હતો. સદર વણ શોધાયેલ ગુનાને શોધી કાઢવા ઇમ્તીયાઝ શેખ.પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓ તથા કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર ડીવીઝન નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ એમ.એફ.ડામોર પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ય છોટાઉદેપુર તથા બી.એસ.ચૌહાણ પોલીસ ઇન્સ્પેકટર કવાંટ પોલીસ સ્ટેશન નાઓને ઉપરોકત ગુનામાં છે
સંડોવાયેલ આરોપીઓને શોધી કાઢી ગુનો શોધી કાઢવા એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો તથા કવાંટ પોલીસના માણસોની અલગ અલગ ટીમો બનાવી આ ગુનાને ડીટેક્ટ કરવા તથા ગુનામાં સંડોવાયેલ આરોપીઓ અંગે હયુમન સોર્સીસ અને ટેકનીકલ સર્વેલન્સ ટીમ દ્વારા અલગ-અલગ દિશામાં તપાસ કરતા હકીકત જણાય આવેલ કે આ કામે મરનાર બનસીંગભાઇ ઉર્ફે અંગુ ખજુરીયાભાઇ રાઠવા રહે.રાયસીંગપુરા લીમડી ફળીયા તા.કવાંટ જી.છોટાઉદેપુરનાઓની ગતિવીધી છે જાણવા કવાંટ ટાઉન વિસ્તારના અલગ અલગ જગ્યાએ સી.સી.ટી.વી. ફુટેજ મેળવવા તજવીજ કરેલ જેમાં મરણજનાર છે
નાઓની મોટરસાયકલ નંબર GJ-17-BK-3750 ઉપર બે ઇસમો કવાંટ થી ખાંટીયાવાંટ તરફ જવાના રસ્તેથી જતા હોવાનું જણાઈ આવેલ ઇસમો બાબતે હયુમન સોર્સીસ અને ટેકનીકલ સર્વેલન્સથી ખાત્રી તપાસ કરતા પાછળ બેસેલ ઇસમની ઓળખાણ સાબુતભાઇ કરશનભાઇ રાઠવા રહે-બૈડીયા તા-કવાંટ જી-છોટાઉદેપુર નાઓ હોવાનું જણાઇ આવેલ જેથી ઇસમની ટેકનીકલ સર્વેલન્સથી ખાત્રી તપાસ કરતા સદરી સાબુતભાઇ કરશનભાઇ રાઠવાનાઓની ગુનાવાળી જગ્યાએ હાજરી હોવાનુ જણાઇ આવેલ જેથી સાબુતભાઇ કરશનભાઇ રાઠવા નાઓને પકડી પાડી પૂછ-પરછ કરતા પ્રથમ તે ગલ્લા- તલ્લા કરી ઉડાવ જવાબ આપેલ પરતું તેની ઘનિષ્ઠ અને ઉડાણપૂર્વક પૂછ-પરછ કરતા અંતે તે પડી ભાગી કબુલાત કરતા છે તે જણાવેલ કે મરણજનાર બનસીંગભાઇ ઉર્ફે અંગુ ખજુરીયાભાઈ રાઠવા નાઓ પાંચેક દિવસ અગાઉ કવાંટ ટાઉન ખાતે કે મળેલ અને બન્ને તેઓ બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયેલ ત્યારબાદ તા.૧૩-૦૧-૨૦૨૫ ના રોજ તેઓ બંને મરણજનાર નાઓની છે
મોટર સાયકલ ઉપર બેસી જામલી ગામની સીમમાં આવેલ તુવેરના વાવેતર વાળા ખેતરે ગયેલ અને ત્યાં મરણજનારની સાથે પ્રેમસંબંધ બાબતે બોલાચાલી ઝઘડો થતા મરનારના ગળાના ભાગે મફલર બાંધેલ હોય જે મફલરના બન્ને છેડા પકડી પોતાના હાથથી જોરથી ખેંચી ગાંઠો વાળી તેનુ ગળુ દબાવી મોત નીપજાવેલ અને મરનારનો મોબાઇલ ફોન તથા સીમકાર્ડ છે તોડી નાખી કવાંટ ટાઉનમાં આવેલ કોતરમાં ફેકી દિધેલ હોવાની હકીકત જણાવી ગુનો કરેલાની કબુલાત કરતા આરોપીની અટકાયત કરી કવાંટ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે. આમ કવાંટ પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ અનડીટેક્ટ મર્ડર નો ગુનો છોટાઉદેપુર એલ.સી.બી તથા કવાંટ – પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ સાથે મળી ગણતરીના કલાકોમાં આરોપીને શોધી કાઢી ગુનો ડીટેક્ટ કરવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

