Gujarat

બેટી બચાવો બેટી પઢાવો યોજના” અંતર્ગત કવાંટ ખાતે ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા અને પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવાની ઉપસ્થિતિમાં કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું

છોટાઉદેપુર જિલ્લાના મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા કવાંટ એકલવ્ય રેસીડેન્સી સ્કૂલ ખાતે બેટી બચાઓ બેટી પઢાઓ યોજના અંતર્ગત કિશોરી મેળો ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા અને પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવાની અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
 
આ કાર્યક્રમમાં ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા કિશોરી, મહિલાઓ અને માતાના સશક્તિકરણ માટે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે. કિશોરીઓના આરોગ્ય, ખોરાક, શિક્ષણ સહિતની દરેક બાબતની દરકાર સરકાર કરી રહી છે. ત્યારે દીકરીઓ આ દરેક યોજનાનો લાભ લે એ જરૂરી છે. ત્યારે વિવિધ યોજનાઓનો લાભ લઈ સુપોષિત અને સક્ષમ બનવા અને અન્ય કિશોરીઓ સુધી આ યોજનાઓની માહિતી પહોંચાડવા અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમમાં પાવીજેતપુરના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, છોટાઉદેપુર લોકસભાના પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા, જિલ્લા પંચાયત સદસ્ય સુરેશભાઈ, સહિત તેમજ શાળાની કિશોરીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર