Gujarat

બ્રહ્મસમાજનું ગૌરવ ત્રિવેદી શ્લોક મેહુલભાઈ અને પંડ્યા ક્રિશીવ આકાશભાઈ

તા. ૧૧-૧૨ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ અમરેલી જિલ્લા કક્ષાના કલા મહાકુંભ સ્પર્ધાનું આયોજન થયું હતું. જેમાં જિલ્લાના કુલ ૧૧ તાલુકા કક્ષાએ પ્રથમ આવેલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. તે સ્પર્ધાની ૬ થી ૧૪ વર્ષ કેટેગરીમાં તબલામાં ત્રિવેદી શ્લોક મેહુલભાઈ અને એકપાત્રીય અભિનયમાં પંડ્યા ક્રિશીવ આકાશભાઈએ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે. તે બદલ તેમને ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવે છે.એમ રવિભાઈ જોષીની એક યાદીમાં જણાવાયું હતું
બિપીન પાંધી સાવરકુંડલા