વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ સાવરકુંડલા દ્વારા લોકોને જાહેર અપીલ કરવામાં આવી
સાવરકુંડલા ઉતરાયણ પર્વની આનંદોત્સવની ઉજવણી બાદ વધેલી દોરી મનાવી, પક્ષીઓ અને પ્રાણીઓ માટે ખુબ જ જોખમરૂપ બની રહે છે. આ અંગે વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ સાવરકુંડલા દ્વારા જાહેર અપીલ કરવામાં આવે છે કે ઉતરાયણ બાદ વધેલી દોરી વૃક્ષો પર, જાહેર રસ્તાઓ પર અને ઘરની આસપાસ પડેલી જોવા મળે છે. આ દોરી પક્ષીઓના શરીરમાં ફસાઈ જવાથી તેમના મૃત્યુનું કારણ બને છે. આ ઉપરાંત, બાળકોથી લઈ વૃદ્ધ સુધીના લોકોને અને પ્રાણીઓ પણ આ દોરીથી ઘાયલ થઈ શકે છે.

ટ્રસ્ટ દ્વારા લોકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ પોતાની આસપાસ પડેલી વધેલી દોરીને એકત્રિત કરીને તેનો યોગ્ય નિકાલ કરવો જોઈએ આમ કરવાથી પક્ષીઓ અને અન્ય જીવોને બચાવી શકાય અને જીવદયાનું મોટું સેવાકીય કાર્ય થઈ શકે તો સૌ લોકો મળીને આ સેવા કાર્યમાં આપણા હાથે દોરીનો નિકાલ કરીએ, જીવદયાનું આપણાથી થતી સેવા કરીએ “ઉતરાયણ એ આપણો પરંપરાગત તહેવાર છે. પરંતુ આ તહેવાર ઉજવણી બાદ આપણી જવાબદારી પણ બને છે કે આપણે પ્રકૃતિ અને જીવોનું રક્ષણ કરીએ. આપણે બધા મળીને આ અભિયાનને સફળ બનાવીએ અને જીવદયાનું ઉત્તમ સેવા કાર્ય કરીએ…
બિપીન પાંધી સાવરકુંડલા

