હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ૨૦ જાન્યુઆરીએ ઉત્તરાખંડ, બિહાર અને ઓડિશાના વિવિધ વિસ્તારોમાં સવારે અને મોડી રાત્રે ગાઢ ધુમ્મસની સંભાવના છે. પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ રાજસ્થાનમાં ૧૯ અને ૨૦ જાન્યુઆરીએ ગાઢ ધુમ્મસ રહેશે. આ સિવાય પૂર્વ રાજસ્થાનમાં ૧૯-૨૧ જાન્યુઆરી દરમિયાન ગાઢ ધુમ્મસ રહેશે. તે જ સમયે, ૨૧ જાન્યુઆરીએ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ગાઢ ધુમ્મસ રહેશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ૨૧ થી ૨૩ જાન્યુઆરી વચ્ચે દિલ્હી, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના અલગ-અલગ જિલ્લાઓમાં વરસાદ પડશે. આ સિવાય ૨૨ અને ૨૩ જાન્યુઆરીએ ઉત્તરાખંડમાં વરસાદની સંભાવના છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શનિવારે દિવસ દરમિયાન દિલ્હી-એનસીઆરમાં તડકો રહ્યો હતો.
હવામાન વિભાગના એલર્ટ અનુસાર આગામી થોડા દિવસોમાં ગાઢ ધુમ્મસ અને વરસાદની સંભાવના છે.મળતી માહિતી મુજબ ઉત્તર ભારતના વિવિધ રાજ્યોમાં આગામી ૫ દિવસમાં કડકડતી ઠંડી પડશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વિવિધ રાજ્યોમાં લઘુત્તમ તાપમાનમાં પાંચ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે. મધ્યપ્રદેશમાં ૧૯મી જાન્યુઆરીએ અને હિમાચલ પ્રદેશમાં ૨૨મી જાન્યુઆરીએ ઠંડીનો દિવસ રહેશે.

