વેરાવળ-પાટણ સંયુકત નગરપાલિકાના ચીફ ઓફીસર ચેતન ટુંડીયાની રાજકોટ મહાનગરપાલિકામાં બદલી થતાં તેમના અનુગામી તરીકે પાર્થીવ પરમારને બાટવાથી વેરાવળ નિમણુંક કરવામાં આવેલ છે.
પાર્થીવ પરમારનો જન્મ તા.૧૨-૭-૧૯૯૦ ના અમરેલી-સીમાર મુકામે થયેલ છે. તેઓ કોમ્પ્યુટર ઇન્જીનીયરનો રાજકોટ ખાતે અભ્યાસ કરેલ તેમજ ઉના, કેશોદ, બાટવા ગામે કામગીરી બજાવેલ છે. ઉના ખાતે તેઓના કાર્યકાળ દરમ્યાન સ્વચ્છતા માટે બે સ્ટાર અંગેનો એવોર્ડ મેળવેલ હતો. હાલ સોમનાથ મહાદેવના દર્શન કરી વેરાવળ-પાટણ સંયુકત નગરપાલિકાનો ચાર્જ સંભાળેલ છે.
પ્રભાસ-પાટણ (મીનાક્ષી ભાસ્કર વૈદ્ય દ્વારા)

