ક્રેડિટકાર્ડનું કામ કરતો જૂનાગઢનો શખ્સ બેંકમાં ક્રેડિટ કાર્ડ બંધ કરાવવા આવતા એકાઉન્ટ ધારકોના મોબાઈલ માંથી પાસવર્ડ મેળવી લેતો
જેતપુરના બેંક ઓફ બરોડાના ક્રેડિટકાર્ડનું કામ કરતા જૂનાગઢના શખ્સે મહિલા વેપારી સહીત ૯ લોકોને ક્રેડીટ કાર્ડ બંધ કરાવવા અને લીમીટ વધરવાના બહાને શખ્સે મોબાઈલ માંથી પાસવર્ડ મેળવી રૂ.૩.૬૫ લાખની છેતરપિંડી કરતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી પોલીસે તાત્કાલિકા અસરથી છેતરપિંડી આચરનાર એક સખ્શની અટકાયત કરી હતી. જ્યારે બીજાં આરોપી ની શોધખોળ હાથ ધરી છે
મળતી વિગતો મુજબ જેતપુરના કણકીયા પ્લોટમાં ગોકુલ ઇલેક્ટ્રીક નામની દુકાન ચલાવતા અને કેનાલ કાંઠે રહેતા ચંદ્રિકાબેન નટવરલાલ ભગવાનજીભાઈ માલવીયા (ઉ.વ.૫૨)એ નોંધાવેલી કરિયાદમાં જાણવું હતું કે, પતિ નટવરલાલ સાથે બેન્ક ઓફ બરોડા જેતપુર શાખામાં જોઈંટ સેવિંગ બેન્ક એકાઉન્ટ હોય અને તેમની પાસે બેંક ઓફ બરોડાનુ ક્રેડીટ કાર્ડ હોય જેનો પોતે ઉપયોગ કરતા ન હોય ચારેક મહિના પહેલા બેંક ગયેલ અને બેંકમાં ક્રેડીટ કાર્ડનુ કામ કરતા જુનાગઢના પ્રદીપભાઈ ભીખુભાઈ વાળાને મળેલ અને ક્રેડીટ કાર્ડ બંધ કરવાની વાત કરેલ ત્યારે પ્રદિપભાઈએ ચંદ્રિકાબેનનો મોબાઇલ ફોન લઈ તેમાં પ્રોસેસ કરી થોડીવાર પછી તમારૂ કેડીટ કાર્ડ થોડા દિવસમાં બંધ થઈ જશે તેમ કહી મોબાઈલ પાછો આપી દીધો હતો.
થોડા દિવસ થતા ક્રેડીટ કાર્ડ બંધ થયેલ ના હોય જેથી પ્રદીપભાઈને ફોન કર્યો ત્યારે તે દુકાને આવેલ અને ફરી થી ચંદ્રિકાબેનનો મોબાઈલ ફોન માંગી પ્રોસેસ કરી થોડા દિવ સમાં કેડીટ કાર્ડ બંધ થઈ જશે તેમ વાત કરીને જતો રહ્યો હતો. આવી રીતે બે-ત્રણ વાર તે ચંદ્રિકાબેનની દુકાને આવી પ્રોસેસના મોબાઈલ લઈ પરત આપી ફ્રેડીટ કાર્ડ બંધ થઇ
જશે તેમ વાત કરી જતો રહેતો હતો. ત્રણેક માસ પહેલા ચંદ્રિકાબેનને ફોન આવેલ કે તમારે કેડીટ કાર્ડના બીલના રૂ.૭૦,૦૦૦ ચુકવવાના છે. જેથી તેમણે બેંકે જઈ તપાસ કરતા જાણવા મળ્યું કે, પ્રદિપે ક્રેડીટ કાર્ડ બંધ કરવાના બહાને મોબાઇલ માંથી ઓ.ટી.પી. લઈને ચંદ્રિકાબેન ઉપરાંત મગનભાઈ કરશનભાઈ વીરાડીયાના રૂ. ૨૦,૦૦૦, ચંન્દ્રકાંતભાઈ પુંજાભાઈ મકવાણા ના રૂ. ૧૫,૦૦૦,શારદાબેન ભરતભાઈ કથીરીયાના ફૂ.૩૧,૦૦૦, ચંદુલાલ ચત્રભુજભાઈ કાપડીયાના રૂ.૪૦,૦૦૦,ચંદ્રેશભાઈ ધરમદાસ ભોજવાણીના રૂ.૨૮,૦૦૦, દિપેનકુમાર રામચંદ હરસુરીયાના રૂ.૫૮,૫૦૦, સમીરભાઈ રજાકભાઈ ભટ્ટીના રૂ.૧૦,૮૯૨, ચેતનકુમાર ચુનીલાલ ગઢીયાના રૂ.૫૦,૦૦૦, મંજુબેન પીયુષભાઈ ગુજરાતીના રૂ.૪૧,૭૪૬ મળી રૂ.૩.૬૫ લાખની છેતરપિંડી કરતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે તાત્કાલિક ધોરણે આરોપીને પકડવાની કામગીરી હાથ ધરી હતી જેમાં આરોપી પ્રદીપને પકડી પાડયો હતો. પોલીસ પૂછપરછ દરમિયાન જાણવા મળેલ કે, આરોપી છેલ્લા બે વર્ષથી જેતપુર શહેરમાં આવેલ બેન્ક ઓફ બરોડાની શાખામાં નોકરી કરતો હતો અને ચારેક મહિના પહેલા બેન્કમાં કોઇ ગ્રાહકે ફરીયાદ કરતા બેન્ક દ્વારા આરોપીને ટર્મીનેટ કરી દેવામા આવેલ છે. આરોપીએ આજદીન સુધી અસંખ્ય ગ્રાહકોના ક્રેડીટ કાર્ડ મેળવી ફ્રોડ આચરેલ છે. આરોપીને ફ્રોડ કેવી રીતે કરતો હતો તે બાબતે પુછતા જણાવેલ કે, આરોપી ગ્રાહકોને ફોન કરીને ક્રેડીટ કાર્ડની લીમીટ વધારવા, બંઘ કરવાના તથા બાકી બીલ પેમેન્ટ ભરી આપવાના બહાને રૂબરૂ બેન્કમાં બોલાવતો અથવા પોતે ગ્રાહકોના ઘરે જતો. બાદ આરોપી ગ્રાહકોનુ ક્રેડીટ કાર્ડ મેળવી, તેનો ફોટો પોતાના મીત્ર રવી માનસીંગભાઈ વાળાને મોકલી આપતો જે તુરંત ઓનલાઈન મોબાઇલ એપ્લીકેશન મારફતે રૂપીયા ઉપાડી લેવા ટ્રાન્ઝેક્શન કરતો હતો બાદ ઓટીપી જનરેટ થતા, આરોપી ગ્રાહકો પાસેથી ઓટીપી મેળવીને પોતાની મિત્રને વોટ્સએપ મારફતે મોકલી આપતો જેથી આરોપી રવી વાળા તેમાંથી રૂપીયા ટ્રાન્સફર કરી લઈ પોતાના ખાતમાં મેળવી લેતો. બાદ બન્ને આરોપી ફ્રોડમાં મળેલ રકમની ભાગ બટાઈ કરી લેતા હતા. બાદ તપાસ કરનાર અધિકારી દ્વારા બન્ને આરોપીઓના તમામ બેન્ક એકાઉન્ટ તાત્કાલીક ફ્રીઝ કરવામાં આવેલ છે અને અટક કરેલ સાથે તેમનો વીવો કંપનીનો મોબાઈલ રૂ.10,000 નો કબજે કરેલ પોલીસે આરોપી પ્રદીપ ભીખુભાઈ વાળાને કોર્ટમાં રજૂ કરતાં 3 દિવસના રીમાન્ડ મેળવ્યા હતા તેમજ સહ આરોપી રવિને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

