Gujarat

ગર્લ્સ હાઇસ્કૂલ સાવરકુંડલાની વિધાથીર્ની  અમરેલી જિલ્લામાં નિબંધ સ્પર્ધામાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો

નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી એસ.વી. દોશી ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થીની નાજમીન ફિરોજભાઈ ઝાખરાએ અમરેલી જિલ્લામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી શાળા અને પરિવારનું નામ રોશન કર્યું હતું. આ  નિબંધસ્પર્ધા નિમિત્તે શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન – સાવરકુંડલા દ્વારા સમગ્ર અમરેલી જિલ્લામાં નિબંધ સ્પર્ધામાં શ્રી ગોવિંદભાઈ ધોળકિયા “ડાયમંડ કિંગ” ના સમગ્ર જીવન વિશે  વિદ્યાર્થીની નાજમીન બહેને  નિબંધ લખીને પૂજ્ય મોરારીબાપુ તેમજ ગોવિંદભાઈ ધોળકિયાના હસ્તે  ૧૫૦૦૦ તેમજ શિલ્ડ પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું  હતું.
આ ખાસ પ્રસંગ નિમિત્તે શાળાના આચાર્યા ઉષાબેન તેરૈયા તેમજ સુપરવાઇઝર નીતાબેન ત્રિવેદીએ અભિનંદન પાઠવ્યા હતા. સાથો – સાથ માર્ગદર્શક તરીકે અસારી સાહેબ તેમજ નિલેશભાઈ ગોસ્વામીએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. એમ રવિભાઈ જોષીની એક યાદીમાં જણાવાયું હતું
બિપીન પાંધી સાવરકુંડલા