Gujarat

સાવરકુંડલા ખાતે આવેલ શાળા નંબર ૪ ખાતે દીપમાળા પ્રોજેક્ટ અંતર્ગત ટેબ્લેટ વિતરણ કાર્યક્રમ યોજાયો

અમેરિકન ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા ચાલતા દીપશાળા પ્રોજેક્ટ અંતર્ગત શ્રી બ્રાન્ચ શાળા નં. ૪ સાવકુંડલામાં ધોરણ ૭ ના તમામ વિદ્યાર્થીઓને ટેબલેટ વિતરણ કરવામાં આવ્યા.આ કાર્યક્રમમાં બીઆરસી   વિપુલભાઈ , શાળા એસએમસી  કમિટીના સભ્યશ્રીઓ,વાલીગણ  ઉપસ્થિત રહ્યા. અને ટેબ્લેટ દાતા ભરતભાઈ દેસાઇ અને સવિંદ વેંન્ચરનો પણ આભાર વ્યકત કરવામાં આવ્યો.
આ ટેબલેટ વિદ્યાર્થીઓને ખુબ જ ઉપયોગી સાબિત થશે.અને વિદ્યાર્થી ડીજીટલ લીટરેસીમાં પણ ખૂબ સારી શૈક્ષણિક પ્રવૃતિ કરી શકશે તેવું શાળાના આચાર્ય શ્રી પૂજાબેન જોશી દ્વારા જણાવવામાં આવ્યું હતું. એઆઈએફ co.  દિપકભાઈ દવારા આ ટેબ્લેટની કાળજી લેવા બાબતે વાલીગણને સમજ આપવામાં આવી. સમગ્ર શાળા પરિવારે  એઆઈએફ માટે કૃતજ્ઞતાભાવ વ્યકત કર્યો.
બિપીન પાંધી સાવરકુંડલા