ધોરાજીના છત્રાસા ગામ ખાતે ગૌચરની જમીન, દબાણ દૂર કરી રૂપિયા ત્રણ કરોડ 70 લાખની જમીનો ખુલ્લી કરાઈ છે. રાજકોટ જિલ્લાના કલેક્ટર પ્રભાવ જોશીની સૂચના અનુસાર ધોરાજીના ડેપ્યુટી કલેક્ટર નાગાર્જુન તરખાલા, મામલતદાર ધોરાજી તાલુકા વિકાસ ધોરાજી નગરપાલિકા ચીફ ઓફિસર વિગેરે ટીમ દ્વારા છેલ્લા 20 દિવસથી શહેર અને તાલુકામાં દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાઇ છે જેના ભાગરૂપે છત્રાસા ખાતે 3 કરોડ 70 લાખની જમીનો ખુલ્લી કરાઈ હતી.
જિલ્લા કલેકટર પ્રભવ જોષી અને જિલ્લા વિકાસ અધિકારી રાજકોટના માર્ગદર્શન હેઠળ ગામના ગૌચર સર્વે નંબર 503 પૈકી ખેતીને લગતું દબાણ તથા પાકા મકાનના ફરતે કંપાઉન્ડ વોલ/ઓરડીઓ મળી અંદાજે કુલ 1, 18, 400 ચો. મી. જમીનમાં વાવેતર, બાંધકામ કરી દબાણ ખડકી દેવાયું હતું જે દબાણ દૂર કરાયેલ , જેની અંદાજિત બજાર કિંમત રૂપિયા 3, 70, 00000/-થાય છે.
જે દબાણ આજ રોજ પ્રાંત અધિકારી નાગાર્જુન તરખલા ધોરાજી ,તાલુકા વિકાસ અધિકારી ઠુંમર ધોરાજી, મામલતદાર પંચાલ ધોરાજી, તાલુકા પંચાયત ઓફિસ સ્ટાફ તથા પોલીસ સ્ટાફ સાથે ગ્રામ પંચાયત છત્રાસા દ્વારા દબાણ દૂર કરાયૂ હતૂ તેમજ બાકી રહેલ જમીન પર થયેલ દબાણ બાબતે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી દબાણ દૂર કરવાની કામગીરી આગામી સમયમાં દૂર કરવામાં આવશે તેમ ધોરાજી ડેપ્યુટી કલેક્ટર નાગાર્જુન તરખાલા એ જણાવેલ હતું. છત્રાસામાં ગૌચરમાં ખડકાયેલા દબાણોને હટાવી તંત્રએ હજુ પણ સાનમાં સમજી જવા આડકતરી ચીમકી આપી છે. તસવીર: ભરત બગડા.

