રાણપુર પાસે આવેલ લોયાધામ ખાતે 4 તારીખે ભવ્ય અને દિવ્ય શાકોત્સવ યોજાશે.
બોટાદ જિલ્લાના રાણપુર પાસે આવેલ પવિત્ર શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ શાકોત્સવ પ્રાગ્ટ્ય ભૂમિ છે. વર્ષો પહેલા લોયાધામ ને આંગણે ભગવાન શ્રી સ્વામિનારાયણે ભવ્ય શાકોત્સવ કરેલો એ વખતમાં 60 મણ રીંગણા અને 12 મણ ચોખ્ખા ઘીનો વઘાર કરીને ભગવાને અદભુત શાકોત્સવ કર્યો હતો તે શાકોત્સવ ની ઝાંખી કરાવતો દિવ્ય અને ભવ્ય શાકોત્સવ લોયાધામ ને આંગણે આગામી તારીખ 4 ને મંગળવારના રોજ યોજાના છે. લોયાધામને આંગણે ભગવાન શ્રીહરિની અસીમ કૃપા અને પૂજ્યપાદ સદગુરૂવર્ય શાસ્ત્રીશ્રી ઘનશ્યામપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી શ્રી મુક્તમુનિ મહોત્સવ એવં સદગુરૂ શતાબ્દી મહોત્સવ 2025 અંતર્ગત ભવ્યાતિભવ્ય અને દિવ્યાતિદિવ્ય શાકોત્સવનું આયોજન તારીખ:4-2-2025 ને મંગળવાર મહાસુદ સાતમના રોજ સવારે 9 થી 12 કલાકે આયોજન કરવામાં આવ્યું છે.તો સૌ ધર્મપ્રેમી જનોને આ પ્રસંગે દિવ્ય પ્રસાદ અને કથાવર્તાનો લાભ પ્રાપ્ત કરવા માટે સહ પરિવાર પધારવા બદલ પૂજયશ્રી મહંતસ્વામી દ્વારા અને લોયાધામ પરીવાર દ્વારા સૌને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવેલ છે..
રીપોર્ટર:વિપુલ લુહાર


