એર ઈન્ડિયાની દિલ્હીથી અમદાવાદ આવતી ફ્લાઈટનું લેન્ડિંગ ફેલ જતાં ઈન્દોર ડાઈવર્ટ કરાઈ હતી. ફ્લાઈટ અમદાવાદ આવી ત્યારે લેન્ડિંગ વખતે મર્યાદાથી વધારે સ્પીડ હતી. જેના કારણે ફ્લાઈટમાં સવાર 170 પેસેન્જરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. પાઈલોટની ભૂલ બદલ ડીજીસીએ હવે તપાસનો આદેશ આપશે.
અમુક ચોક્કસ ઊંચાઈથી ફ્લાઈટમાં મર્યાદિત સ્પીડ કરતાં વધુ હોવાથી રન-વે પર લેન્ડિંગ વખતે પાઈલટ નિયંત્રણ ગુમાવી બેસે છે.
આવા સંજોગોમાં અકસ્માતને ટાળવા પાઈલોટ રન-વે પર ટચ ડાઉન પહેલા જ ફ્લાઇટને ગો અરાઉન્ડ કરવું પડે છે. નહિતર વિમાનની વધુ સ્પીડથી રન-વે પરથી ઉતરી જાય છે.
એર ઇન્ડિયાની દિલ્હીથી અમદાવાદ આવતી ફ્લાઈટ (AI 835) તેના નિર્ધારીત સમયે આવી હતી. પાઈલોટ ફાઈનલ એપ્રોચ કરી અચાનક લેન્ડિંગ ફેલ થઈ જતા વિમાન રનવે પર ટચ ડાઉન કરે તે પહેલા જ આકાશમાં લઈ લીધું હતું જો કે આ સમયે અન્ય વિમાનો પણ સરળતાથી લેન્ડ થતા હતા એટલે કે ક્રોસ વિંડ પણ ન હતું તો પાઈલોટથી આ ભૂલ કેવી રીતે થઈ તેને લઈને એક ગંભીર પ્રશ્ન ઉભો થાય છે.

