ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ આજે (૧૦ ફેબ્રુઆરી, ૨૦૨૫) ને સોમવારના રોજ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજની મુલાકાત લેશે.
પ્રયાગરાજની તેમની એક દિવસની મુલાકાત દરમિયાન, રાષ્ટ્રપતિ સંગમમાં પવિત્ર સ્નાન કરશે અને પૂજા કરશે, અક્ષયવટ અને હનુમાન મંદિરમાં પૂજા અને દર્શન કરશે તેમજ ડિજિટલ કુંભ અનુભવ કેન્દ્રની પણ મુલાકાત લેશે.

