ગાંધીનગર અક્ષરધામ મંદિર અને સચિવાલય જતા નાગરિકો માટે અમદાવાદથી ગાંધીનગર અક્ષરધામ મંદિર સુધી નવી AMTS એક્સપ્રેસ બસ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે સોમવારે મળેલી કમિટીમાં શહેરના લાલ દરવાજાથી એરપોર્ટ સુધીના રૂટ નંબર 102 પર ઓછા પેસેન્જર મળતા હોવાથી હવે મણિનગર ટર્મિનસથી ગાંધીનગર અક્ષરધામ મંદિર સુધી આવતીકાલે 11 ફેબ્રુઆરીથી નવી બે બસ શરૂ કરવામાં આવશે. જેની દિવસ દરમિયાન 16 ટ્રીપ રહેશે.
મણિનગરથી ગાંધીનગર અક્ષરધામ મંદિર એકસપ્રેસ બસનો લાભ મળશે AMTS કમિટીના ચેરમેન ધરમસિંહ દેસાઈએ જણાવ્યું હતું કે, મણિનગર વિસ્તારમાં રહેતા નાગરિકો તેમજ સચિવાલય નોકરી કરતા નાગરિકો માટે નવો એક્સપ્રેસવે રૂટ શરૂ કરવનો નિર્ણય લીધો છે.
જેમાં મણિનગર સ્વામિનારાયણ મંદિર, શાહીબાગ સ્વામિનારાયણ મંદિરના હરીભકતોને અક્ષરધામ સ્વામિનારાયણ મંદિર (ગાંધીનગર) જવા માટે સરળતા રહેશે. સચિવાલય તેમજ ગાંધીનગરમાં નોકરી-ધંધાર્થે જવા આવવા માટે કોઈ પણ પ્રકારના કન્સેશન પાસ, ફી પાસ તેમજ મનપસંદ ટિકિટ સિવાયના ફકત ટિકિટ લઇ મુસાફરી કરતા પ્રવાસીઓ માટે રેગ્યુલર ભાડા દરથી મણિનગર ટર્મિનસથી અક્ષરધામ મંદિર (ગાંધીનગર) એકસપ્રેસ બસ સેવાનો લાભ મળશે.

