૧૨૪ દર્દીઓ નેત્રયજ્ઞ, દંતયજ્ઞ, સારવાર કેમ્પનો લાભ લીધોપૈકી ૨૮ દર્દીઓને ફેકોમશીન દ્વારા વિનામૂલ્યે ઓપરેશન કરાયા
અવિરત સેવાકાર્યો કરનાર યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાલા દ્વારા તાજેતરમાં ૨૭૫ મો વિનામૂલ્યે નેત્રયજ્ઞ, દંતયજ્ઞ તથા સર્વરોગ કેમ્પ યોજાયો હતો. જેમાં શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ, જીલ્લા અંધત્વ નિવારણ સમિતિ અમરેલી, નિયામક શ્રી આયુષ – ગાંધીનગર તથા આયુર્વેદ લાખા જીલ્લા પંચાયત અમરેલી, તથા સરકારી આયુર્વેદ દવાખાનું – સરસીયા તથા સરકારી હોમીયોપેથી દવાખાનું – જાળિયાના સંયુક્ત ઉપક્રમે યોજાનાર આ કેમ્પમાં નિષ્ણાંત ડોકટરોની ટીમે સેવા આપી હતી. આ કેમ્પનો શુભારંભ મંગલ દિપ પ્રાગટ્યથી થયો હતો આ પ્રસંગે સંસ્થાના વડા પુ.શ્રી ડો.રતિદાદા અને ફોરેનથી આવેલ મહેમાનો દ્વારા દિપ પ્રગટ્ય કરવામાં આવ્યું હતું.
પુ.શ્રી. ડો રતિદાદાએ બધાને સારૂ થઇ જાય પછી બીજાનું ભલું કરવું તેવી ભગવાનને પ્રાર્થના કરી હતી. સાથે વ્યસન મુક્ત રહેવું, સત્યનું પાલન કરવું અને બધા સાથે હળી-મળીને રહેવું. યુ.કે.નિવાસી સ્વ. ડો. હંસાબેન રામજીભાઈ ભાયાણી સ્મરણાર્થે તેઓના પરીવાર (હસ્તે મનહરભાઈ ભાયાણી – યુ.કે.)ના આર્થીક સહયોગથી શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ – રાજકોટ અને જીલ્લા અંધત્વ નિવારણ સમિતિ અમરેલીના સહયોગથી આ નેત્રયજ્ઞમાં આંખના દર્દીઓની ચકાસણી ડો વાઘેલાસાહેબે કરી હતી. જે પૈકી ૨૮ દર્દીઓને શ્રી રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પિટલ ખાતે લઇ જઈ અને ફ્રેકોમશીન દ્વારા ઓપરેશન કરી નેત્રમણી પણ વિનામૂલ્યે બેસાડવામાં આવી હતી.
દંતયજ્ઞમાં તથા અવનીબેન દ્વારા અનેક દર્દીઓને દાંત કાઢી ચાંદી પણ વિનામૂલ્યે પૂરી આપવામાં આવી. આ કાર્યક્રમને સફળ બનાવવા ભારત ભૂષણ મહેશભાઈ, સેવા અને જાહેર સુખાકારી ક્ષેત્રે એવોર્ડ વિજેતા મંજુબા તથા શીતલબેન વગેરે ખુબ જહેમત ઉઠાવી હતી.
બિપીન પાંધી સાવરકુંડલા

