રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે IPL આગામી સીઝન માટે પોતાના નવા કેપ્ટનની જાહેરાત કરી
IPL ૨૦૨૫માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમના નવા કેપ્ટનના નામ ની જાહેરાત કરવામાં આવી છે, આરસીબીની ટીમે આઈપીએલ ૨૦૨૫ માટે ટીમની કપ્તાનીની જવાબદારી ૩૧ વર્ષના ખેલાડી રજત પાટીદારને સોંપવામાં આવી છે.
રજત પાટીદારના રેકોર્ડ પર નજર કરીએ, તો મેગા ્૨૦ લીગમાં અત્યાર સુધી IPLન્માં ૨૭ મેચ રમ્યો છે, જેમાં તેણે ૨૪ ઇનિંગ્સમાં બેટિંગ કરતી વખતે ૩૪.૭૪ ની સરેરાશથી કુલ ૭૯૯ રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન, તેના બેટમાંથી ૭ અડધી સદી અને એક સદીની ઇનિંગ જાેવા મળી. આરસીબીના કેપ્ટન બન્યા બાદ વિરાટ કોહલીએ પણ રજત પાટીદારને અભિનંદન પાઠવ્યા હતા.
આરસીબીની સુકાની સંભાળનાર રજત પાટીદાર ૮મો ખેલાડી હશે. તેમના પહેલા કેવિન પીટરસન, અનિલ કુંબલે, ડેનિયલ વેટ્ટોરી, વિરાટ કોહલી, શેન વોટસન, ફાફ ડુ પ્લેસિસ જેવા મોટા નામો આ ટીમનું નેતૃત્વ કરી ચૂક્યા છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર IPL ની ૧૭ સીઝનમાં ૯ વખત પ્લેઓફમાં પહોંચ્યું હતું, જેમાંથી તે ૩ વખત ફાઇનલમાં પહોંચ્યું હતું. પરંતુ, ક્યારેય ટાઇટલ જીતી શકી નથી. આરસીબીએ ૨૦૦૯, ૨૦૧૧ અને ૨૦૧૬માં આઈપીએલ ફાઇનલ રમી હતી. ઇઝ્રમ્ ૈંઁન્માં સૌથી વધુ મેચ જીતનારી ચોથી ટીમ છે. તેણે અત્યાર સુધીમાં કુલ ૧૨૩મેચ જીતી છે.

