આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ ICC દ્વારા ચેમ્પિયન્સ ટ્રોફી માટે ઈનામી રકમની જાહેરાત કરવામાં આવી છે. વૈશ્વિક ક્રિકેટ સંસ્થાએ ટુર્નામેન્ટની ઇનામી રકમમાં ગયા વખતની સરખામણીમાં ૫૩ %નો વધારો કર્યો છે. ૧૯ ફેબ્રુઆરીથી શરૂ થનારી ચેમ્પિયન્સ ટ્રોફીની વિજેતા ટીમને ૨.૪ મિલિયન ેંજી ડોલર એટલે કે લગભગ ૧૯.૫ કરોડ રૂપિયા મળશે.
આ ICC ટુર્નામેન્ટ પાકિસ્તાન અને દુબઈમાં આયોજિત થશે. ભારતે ટુર્નામેન્ટ માટે પાકિસ્તાન જવાનો ઇનકાર કર્યો હતો, ત્યારબાદ ICCએ ભારતની મેચ દુબઈમાં યોજવાનો ર્નિણય લીધો. ભારત આ ટુર્નામેન્ટમાં ૨૦ ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. ભારત ટુર્નામેન્ટ માટે ગ્રુપ છ માં છે જેમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશનો પણ સમાવેશ થાય છે.
રનર-અપ ટીમને ૯.૭૨ કરોડ રૂપિયા મળશે
વિજેતાઓ ઉપરાંત, રનર-અપ ટીમને ઇં૧.૧૨ મિલિયન (લગભગ રૂ. ૯.૭૨ કરોડ) મળશે, જ્યારે સેમિફાઇનલમાં બહાર થયેલી બંને ટીમોને ઇં૫૬,૦૦૦ (રૂ. ૪.૮૬ કરોડ) મળશે. આ ટુર્નામેન્ટની કુલ ઈનામી રકમ વધીને ૬.૯ મિલિયન ડોલર (લગભગ ૬૦ કરોડ રૂપિયા) થઈ ગઈ છે. ૈંઝ્રઝ્રના ચેરમેન જય શાહે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “નોંધપાત્ર ઇનામ રકમ રમતમાં રોકાણ કરવા અને આપણી ઇવેન્ટ્સની વૈશ્વિક પ્રતિષ્ઠા જાળવવા માટેની ૈંઝ્રઝ્રની પ્રતિબદ્ધતા દર્શાવે છે.”
ગ્રુપ સ્ટેજ જીતનારી કોઈપણ ટીમને ઇં૩૪,૦૦૦ (રૂ. ૩૦ લાખ) ની ઈનામી રકમ મળશે. પાંચમા અને છઠ્ઠા ક્રમે રહેનાર ટીમોને ઇં૩૫૦,૦૦૦ (લગભગ રૂ. ૩ કરોડ) મળશે, જ્યારે સાતમા અને આઠમા ક્રમે રહેનાર ટીમોને ઇં૧૪૦,૦૦૦ (લગભગ રૂ. ૧.૨ કરોડ) મળશે. આ ઉપરાંત, આ ૈંઝ્રઝ્ર ટુર્નામેન્ટમાં ભાગ લેવા બદલ આઠેય ટીમોને ઇં૧૨૫૦૦૦ (લગભગ રૂ. ૧.૦૮) કરોડની રકમ આપવામાં આવશે.
ભારતની ક્રિકેટ ટીમ ૨૦ ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે પોતાનો પહેલો લીગ સ્ટેજ મેચ રમશે. આ પછી, ૨૩ ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામેની મેચ પછી, ટીમ ઈન્ડિયાને સાત દિવસનો આરામ મળશે. આ પછી, ભારતીય ટીમ ૨ માર્ચે ન્યુઝીલેન્ડનો સામનો કરશે. ભારતે છેલ્લે ૨૦૧૩ માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી, જ્યારે મહેન્દ્ર સિંહ ધોની ટીમના કેપ્ટન હતા. ૨૦૦૨ માં વરસાદને કારણે ફાઇનલ રદ કરવામાં આવી હતી. ત્યારબાદ ભારત અને શ્રીલંકા સંયુક્ત વિજેતા હતા. ભારતીય ટીમ કુલ ચાર વખત ફાઇનલમાં પહોંચી છે. ૨૦૧૩ અને ૨૦૦૨ સિવાય, ૨૦૦૦ અને ૨૦૧૭માં પણ આવું બન્યું હતું.
પાકિસ્તાનમાં યોજાનારી મેચો કરાચી, લાહોર અને રાવલપિંડીમાં રમાશે. આ ટુર્નામેન્ટમાં ભાગ લેનારી આઠ ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. દરેક ગ્રુપમાંથી ટોચની બે ટીમો સેમિફાઇનલમાં પહોંચશે. ૈંઝ્રઝ્ર પ્રમુખ શાહે કહ્યું કે, ૈંઝ્રઝ્ર મેન્સ ચેમ્પિયનશિપ ટ્રોફી ૨૦૨૫ ક્રિકેટ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ટુર્નામેન્ટ ર્ંડ્ઢૈં માં શ્રેષ્ઠ પ્રતિભાઓ સાથે પુનરાગમન કરી રહી છે અને દરેક મેચ મહત્વપૂર્ણ છે.
પુરુષોની ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૦૯ થી ૨૦૧૭ સુધી દર ચાર વર્ષે યોજાતી હતી, પરંતુ કોવિડ અને તેની સુસંગતતા અંગે પ્રશ્નો ઉભા થવાને કારણે તેને મુલતવી રાખવામાં આવી હતી. આ ટુર્નામેન્ટ ૧૯૯૮ માં શરૂ થઈ હતી અને ત્યારબાદ દર બે વર્ષે યોજાતી હતી.

