છોટાઉદેપુર નગરમાં નગરપાલિકા સ્થાનિક સ્વરાજની ચૂંટણી આજરોજ 16 ફેબ્રુઆરીએ યોજાઇ હતી જેમાં કુલ નગરમાં આવેલ 7 વોર્ડમાં 99 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે જે ઉમેદવારોની કિસ્મત ચમકાવવા માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી અને સવારના 07:00 વાગ્યાથી મતદારો એ નગરમાં આવેલ મતદાન મથકો ઉપર મતદાન કર્યું હતું નગરપાલિકા બોર્ડના નગરમાં આવેલ કુલ 7 વોર્ડમાંથી 28 સભ્યોની બેઠકો ઉપર ચૂંટણી યોજવામાં આવે છે. પરંતુ આ 28 બેઠકો માટે 99 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાતા સમગ્ર નગરમાં મતદાન પ્રક્રિયા અને હાર જીતના ખેલ વચ્ચે ભારે રસાકસી જોવા મળી હતી જ્યારે સીનીયર સીટીઝન અને વૃધ્ધોએ મતદાન કર્યું હતું. જ્યારે પોલીસ તંત્ર અને વહીવર્તી તંત્ર ખડે પગે તૈનાત રહ્યું હતું.

છોટાઉદેપુર નગરમાં આવેલ વોર્ડ પૈકી આજરોજ વહેલી સવારે 7:00 વાગ્યાથી છોટાઉદેપુર નગરમાં આવેલ 28 બુથ મથકો ઉપર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી પરંતુ મતદાનની શરૂઆત નબળી થઈ હતી જ્યારે ઉમેદવારો અને સમર્થકોમાં પણ ઉત્સાહ ઓછો જોવા મળતો હતો ઉલ્લેખનીય છે કે મતદારો પોતાનું મન તોડવા માંગતા નથી કોને વોટ આપ્યો તે પણ જણાવતા નથી નાના અમથા ગામમાં ઉમેદવારો નો રાફડો ફાડતા કોને મત આપવો અને કોને નહીં તે પણ મતદારો મૂંઝવણ અનુભવી રહ્યા છે પરંતુ વોટ માંગવા કોણ રોકી શકે આજરોજ વહેલી સવારથી સમર્થકો અને ઉમેદવારો દ્વારા મતદાન ઉપર બાઝ નજર રહી હતી અને પોતાના પક્ષમાં વોટ પડે તે માટેની જોર લગાવવામાં આવ્યું હતું જ્યારે કાર્યકર્તાઓમાં અંદરો અંદર ચકમક પણ ચાલી હતી.

છોટાઉદેપુર નગરમાં આજરોજ સવારે 7 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધીમાં કુલ 35 % મતદાન થયું હતું જે ખુબજ નિરશ રહ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છેકે હાલમાં લગ્ન સિઝન ચાલતી હોય અને વ્યવહાર સાચવવાનો હોય જ્યારે સાથે સાથે ઘણા કુંભ મેળો હોય જેથી ઘણા મતદારો આજ રોજ મતદાન કરવા આવ્યા ન હોય તેવી ચર્ચાઓ એ જો2 પકડયું હતું. જ્યારે મેદાને ઉતરી પડેલી ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ આમ આદમી પાર્ટી સમાજ પાર્ટી દ્વારા જીત અને સંપૂર્ણ બહુમતી અમોને મળશે તે દાવા કાર્યકરો કરી રહ્યા છે. હવે જોવા જવાનું રહ્યું કે કોથળામાંથી શું નીકળે છે
કુલ ૨૧૭૬૭ મતદારો માંથી ૮૦૮૩ પુરુષ અને ૭૭૩૧ મહિલા મતદારો એ મતદાન કર્યુ
પાલિકાની ચૂંટણી માં સાંજના છ વાગ્યા સુધીમાં ૭૨.૬૫% મતદાન નોંધાયું હતું.
ઉલ્લેખનીય છેકે ગત ટર્મ ૨૦૧૮ ની સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી માં ૮૫% જેવું મતદાન થયું હોય જેની જગ્યાએ ચાલુ વર્ષે ૭૨.૬૫% મતદાન થયું છે. તેમાં ૧૩% નો ઘટાડો નોંધાયો છે. હાલમાં ચાલતી લગ્ન સિઝન ને કારણે મતદાન ઓછું થયું હોય તેવી સંભાવના
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

