Gujarat

બીલ પાસ નહીં કરાતા ગ્રેઇટ આડે ટાવર લોર્ડર ઉભું કરી દેવાયું… ઉના પીજીવીસીએલ ડિવીઝનલ કચેરીમાં ૫ માસના બીલ પાસ કરવા નનૈયો…

ઊના – તાકેતે વાવાઝોડા દરમ્યાન દરેક વિભાગને વાહન ભાડે રાખવા આડેધર સુચના આપી લાખો રૂપિયાના બીલો ઉધારી દેવાયા પરંતુ ઉના સીટી વિસ્તારની ફોલ્ડ કેબીન ખાતે ટાવર લોર્ડર બોલેરો પીજીવીસીએલ કંપનીએ કોન્ટ્રાક્ટરબેજ પર રાખેલ હોય અને નિયમિત તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ કોન્ટ્રાક્ટરના પાંચ માસના રૂ.૧.૨૫ લાખ હજારના બીલો સીટી કચેરીએ નિયમ અનુસાર કાર્યવાહી કરી મંજુર કરવા સીટી ડિવીઝનલ કચેરીમાં મોકલતા આ બીલો મંજુર કરવા માટે ડિવિઝનમાં બેઠેલા અધિકારી યેનકેન પ્રકારે બહાના કાઢી નનૈયો ફૂટતા હોય અને કોન્ટ્રાકટર દ્વારા પોતાના વાહનના નાંણા બાકી રહેતા આખરી કંટાળી પોતાનું ટાવર લોર્ડસ પીજીવીસીએલ કચેરીના મુખ્ય ગ્રેઇટ પર આડુ મૂકી કચેરીની અવર જવર બંધ કરી દેતા કલાકો સુધી કર્મચારી ઓફીસ બહાર નિકળવા મુશ્કેલી અનુભવેલી હતી.

પીજીવીસીએલની કચેરીમાં ભારે ચકચાર બનેલી ઘટનાથી અધિકારી વર્ગમાં પણ ચર્ચાનો વિષય બનેલ છે. અને તાઉતે વાવાઝોડામાં આડેધર વાહનોના બીલો પાસ કર્યા છે. પરંતુ સીટી વિસ્તારમાં સર્જાતા વારંવાર ફોલ્ડને તાત્કાલીક મરામત કરવા દોડતુ કર્મચારી માટે મહત્વના અંગ સમાન ટાવર લોર્ડરની બોલેરો ગાડીના બીલો પાંચ-પાંચ મહીના જેવા લાંબા સમય સુધી પાસ નહીં કરતા કોન્ટ્રાક્ટરને પણ ડિજલ અને માણસોના પગાર તેમજ મેન્ટેન્સ માટે જરૂરી નાંણા ખર્ચ ક્યાં પછી પણ કાયદેસરના બીલો પાસ નહીં કરતા ડિવીઝનલમાં એકાઉન્ટ વિભાગના નનૈયા સામે અનેક પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. અને આખરે કોન્ટ્રાક્ટર મુશ્કેલીમા આ પગલુ ભરતા ભારે ચર્ચાનો વિષય બની ગયો છે. આ ચાલતા લોર્ડર સીડી વાહનના નાંણા નહીં ચુકવાયતો આગામી દિવસોમાં વારંવાર સર્જાતા લાઇટ પાવરનો ફોલ્ટ પણ રીપેરીંગ કરવા મુશ્કેલી બની શકે છે. અને કર્મચારીઓ માટેના વાહન સુવિધા પણ છીનવાશે તેવો શૂર ઉઠવા પામેલ છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *