કાપોદ્રા એલ.એચ. રોડ વિસ્તારમાં રહેતા સી.એ તેમજ તેના પરિવારના સભ્યો પાસેથી સરખેદી પરિવારે તેમની અલગ અલગ કંપનીઓમાં રોકાણ કરશો તો બીજી કંપનીઓ કરતા વધારે નફો મળશે અને તમારુ ફંડ પણ સિક્યોર રહેશે તેવી લોભામણી સ્ક્રીમ આપી રોકાણ કરાવ્યા બાદ નફા સાથે રૂપિયા ૧.૫૫ કરોડ પરત નહી આપી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ઓનલાઈન વેબસાઈટ બંધ કરી છેતરપિંડી કરી હતી.
સાગર સોસાયટી એલ.એચ. રોડ કાપોદ્રા ખાતે રહેતા અને સી.એ ના વ્યવસાય સાથે સંકળાયેલા નરેન્દ્ર ઘુસાભઈ બાથાણી (ઉ.વ.૩૯)એ ગતરોજ માર્શલ કનુ સરખેદી, કનુ પ્રેમજી સરખેદીસ, નિધીબેન માર્શલ સરખેદી અને રસીલા કનુ સરખેદી (રહે, ચિત્રકુટ સોસાયટી, ડોકટર હાઉસ સામે હિરાબાગ, વરાછા) સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે આરોપીઓએ ડબ્લ્યુ ડબ્લ્યુ સ્ટાલિન વેલ્થ ડોટ કોમ અને ડબ્લ્યુ ડબ્લ્યુ ઈક્વિટાલેસટીએસ ડોટ કોમ નામની વેબસાઈટ બનાવી હતી.
જેમાં તો ઈક્વિટાલ ડેલ્ટા એલએલપી, માર્શલ ઍન્ડ કો. કંપની અને સ્ટેલોન વેલ્થ નામથી પનીઓમાં પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસ આપે છે.
તમે અથવા તમારા મિત્ર સર્કલ પાસે રૂપિયા હોય તો અને તમે અમારી બંને કંપનીમાં ઈન્વેસ્ટમેન્ટ કરશો તો તેમને બીજી કંપની કરતા વધારે નફો આપીશુ અને તમારુ ફંડ પણ સિક્યોર રહશે તેવી લોભામણી વાતો કરી હતી.
સરખેદી પરિવારની લોભામણી સ્ક્રીમમાં આવી સી.એ નરેન્દ્રભાઈ બાથાણીઍ અને તેના સંબંધીઓએ ગત તા 1 સપ્ટેમ્બર ૨૦૨૦થી ૨૧ સપ્ટેમ્બર ૨૦૨૪ સુધીમાં ૧,૧૩,૫૦,૦૦૦ નું રોકાણ કયું હતું. શરુઆતમાં સરખેદી પરિવારે તેમને વિશ્વાસમાં લેવા માટે ૩૫,૨૫,૦૦૦ પરત આપ્યા હતા.
નરેન્દ્રના રોકાણશ્વની વેબસાઈટની સિસ્ટમશ્વમાં તેમના નફા સાથે રૂપિયા ૧,૫૫,૫૭,૪૩૮ દર્શાવતા હતા. ત્યારબાદ સરખેદી પરિવારે પોતે તેમની વેબસાઈટ ઓપરેટ કરવા લાગી રોકાણકારોના એકાઉન્ટ અને તેમા કરેલ રોકાણશ્વ, તેનો નફો તથા નેટ અસેટ વેલ્યુ રોકાણ સામે મોટો નફો ખોટી રીતે વેબસાઈટમાં અપલોડ કરી હતી.
નરેન્દ્ર અને તેના સંબંધીઓએ માંગતા ગલ્લા તલ્લા કરી રૂપિયા આપવા નથી થાય તે કરી લો અને જા રૂપિયા માંગશો તો ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી વેબસાઈટ પણ બંધ કરીશ્વ દીધી હતી. નરેન્દ્રભાઈને તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાનો ખ્યાલ આવી જતા ગતરોજ સરખેદી પરિવાર સામે કાપોદ્રામાં ફરિયાદ નોંધાવી હતી.

