Gujarat

એકપણ ટ્રાફિકનો જવાન નજરે ન પડ્યો, રોડ પર વાહનોના થપ્પા લાગતાં લોકો ત્રાહિમામ

ફરી મજૂરા ગેટથી રિંગ રોડ સુધી બે કિલોમીટર વિસ્તારમાં ટ્રાફિકજામ સર્જાયો હતો. સિટીનો આ મધ્ય ભાગ ત્રણથી ચાર કલાક માટે થંભી ગયો હતો. મજૂરા ગેટથી રિંગ રોડ તરફ જતા વાહનચાલકોને અહીંથી પસાર થતાં અડધો કલાકથી વધુનો સમય લાગ્યો હતો. ટ્રાફિકજામના પગલે લોકોમાં પણ રોષ જોવા મળ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આવા ટ્રાફિકમાં એકપણ ટ્રાફિક-પોલીસનો જવાન દેખાયો ન હતો.

મજૂરા ગેટથી રિંગ રોડ સુધી બે કિ.મી.નો ટ્રાફિકજામ સર્જાયો સુરત શહેરમાં મેટ્રો પ્રોજેક્ટની કામગીરીના કારણે ઠેર-ઠેર ખોદકામ કરવામાં આવેલું છે. આ કામગીરીના પગલે ટ્રાફિકજામનાં દૃશ્યો પણ સતત જોવા મળે છે.

રિંગ રોડ અને મજૂરા વિસ્તારમાં મેટ્રોની કામગીરી શરૂ કરવામાં આવ્યા બાદ સતત નાના ટ્રાફિકજામ સર્જાતા રહે છે. ત્યારે આજે મજૂરા ગેટથી રિંગ રોડ સુધી બે કિલોમીટરનો ટ્રાફિકજામ સર્જાઈ ગયો હતો. રિંગ રોડ બ્રિજ ખાતે પહેલાં મેટ્રોની કામગીરી દરમિયાન આ ટ્રાફિકજામ થઈ ગયો હતો.

વાહનચાલકોને બહાર નીકળતાં અડધો કલાક લાગ્યો બે કિલોમીટર વિસ્તારમાં સર્જાઈ ગયેલા આ ટ્રાફિકજામમાંથી વાહનચાલકોને બહાર નીકળતાં અડધો કલાક જેટલો સમય લાગ્યો હતો. મજૂરા ગેટથી રિંગ રોડ સુધી સર્જાયેલા ટ્રાફિકજામનાં આકાશી દૃશ્યો સામે આવ્યાં છે એમાં રોડ પર વાહનોના થપ્પા લાગી ગયા હોય એવું નજરે પડી રહ્યું છે.

બે કિલોમીટર વિસ્તારમાં આવતા બે બ્રિજ અને નીચેના રસ્તાઓ પર પણ ટ્રાફિકજામ જોવા મળ્યો હતો.

ટ્રાફિકજામમાં ટ્રાફિક-પોલીસનો એકપણ જવાન નજરે પડ્યો નહિ મેટ્રોની કામગીરીના પગલે આ વિસ્તારમાં રોજબરોજ ટ્રાફિકજામ થાય છે. આ બાબતે તંત્ર પણ જાણવા છતાં અજાણ બનતું હોય એવું લાગી રહ્યું છે.

નાનો ટ્રાફિકજામ હોય તો સમજ્યા, પણ આ રીતના જ્યારે બે કિલોમીટરનો ટ્રાફિકજામ સર્જાય ત્યારે પણ કોઈ ટ્રાફિક-પોલીસનો જવાન નજરે પડતો નથી. આજે આ સર્જાયેલા બે કિલોમીટરના ટ્રાફિકજામને દૂર કરવા માટે એકપણ ટ્રાફિક- પોલીસનો જવાન આવ્યો નહોતો. એના પગલે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.