Gujarat

સાવરકુંડલામાં આવેલ શ્રીમતી વી.ડી ઘેલાણી મહિલા આર્ટસ કોલેજમાં ટ્રેનીંગ સ્પોકન પ્રોગ્રામ સમાપન કાર્યક્રમ યોજાયો 

શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી. ડી. ઘેલાણી મહિલા આર્ટ્સ કોલેજ સાવરકુંડલામાં તારીખ. ૨૦-૨-૨૫ ને ગુરુવાર થી ગુજરાત ગવર્મેન્ટ અને કે. સી. જી આયોજિત ફિનિશિંગ સ્કુલ ટ્રેનિંગ સ્પોકન પ્રોગ્રામનો સમાપન કરવામાં આવ્યો તેના ટ્રેનર તરીકે અરવલ્લી થી રાજદીપ કટારા દ્વારા ટ્રેનિંગ આપવામાં આવેલ છે. જેમાં કોલેજની ૩૫ વિદ્યાર્થીની બહેનો જોડાયેલ છે.
ચુડાસમા આરતી તથા જાદવ ફીઝુ દ્વારા પોતાના અનુભવ રજુ કરેલ સમાપન કાર્યક્રમમાં  તમામ વિદ્યાર્થીનીઓને અભિનંદન પાઠવેલ કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ચાવડા સાહેબે આ સમગ્ર કાર્યક્રમ નું આયોજન અને સંચાલન ડૉ. રૂક્સાનાબેન કુરેશી એ કરેલ કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવેલ.આ કાર્યક્રમને નુતન કેળવણી મંડળના પ્રમુખશ્રી,ઉપપ્રમુખશ્રી,મેનેજીંગ ટ્રસ્ટીશ્રી અને ટ્રસ્ટીશ્રીઓએ શુભેચ્છાઓ પાઠવેલ.
બિપીન પાંધી સાવરકુંડલા