પીએસઆઈ શ્રી જી.એમ. જાડેજા સાહેબ ,ગીરીશભાઈ મકવાણા સાવરકુંડલા ટાઉન પોલીસ, સંજયભાઈ બળેવીયા સાવરકુંડલા રૂરલ પોલીસ તથા પ્રેરણાત્મક વક્તા તરીકે શ્રીઅર્જુનભાઈ દવેની ઉપસ્થિતિ રહી હતી .આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય શ્રી ચેતનભાઈ ગુજરીયા દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ મોટીવેશનલ સ્પીકર તરીકેની ભૂમિકા ભજવનાર અર્જુનભાઈ દવેએ લક્ષ કેવો હોવો જોઈએ?લક્ષને પ્રાપ્ત કરવા માટે શું કરવું જોઈએ ? એના માટે એમણે કાગડા જેવી ચેષ્ટા, બગલા જેવી એકાગ્રતા ,કૂતરા જેવી ઊંઘ કર્મમાં વિશ્વાસ જેવી પ્રેરણાદાઈ વાતો કહી હતી. કઈ રીતે વાંચવું જેથી વધારે અસરકારક રીતે યાદ રહે, વગેરે બાબતોની સમજૂતી આપી હતી .વર્તમાન સમયમાં અભ્યાસ પરત્વે કઈ રીતે ધ્યાન આપવું એના માટે એમણે એક પર્થ દર્શક, માર્ગદર્શકની ભૂમિકા ભજવી હતી.
જે ખરેખર બાળકો માટે એક દીવાદાંડી સમાન બની રહ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના શિક્ષક ભાઈઓ-બહેનોનો ઉપસ્થિતિ રહ્યા હતા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બાળકોને અલ્પાહાર આપવામાં આવ્યો હતો. બાળકોની ઘણી બધી જિજ્ઞાસાનો જવાબ આ માર્ગદર્શન સેમિનારમાં મળી રહ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સંસ્થાના આચાર્ય ચેતનભાઈ ગુજરીયાના માર્ગદર્શન હેઠળ એનએસએસ પ્રોગ્રામ ઓફિસર વર્ષાબહેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
બિપીન પાંધી સાવરકુંડલા

