Gujarat

“તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત અરજદારોના ખોવાયેલ કુલ ૦૪ મોબાઈલ શોધી કાઢી મુળ માલીકોને પરત આપી “પોલીસ પ્રજાનો મિત્ર” સુત્રને સાર્થક કરતુ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન

ઇમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના તથા કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષકશ્રી છોટાઉદેપુર ડીવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર  એ. આર. પ્રજાપતિ નાઓને સર્વેલન્સ સ્ટાફને અરજદારોના ગુમ થયેલ મોબાઈલ શોધી કાઢવા જરુરી માર્ગદર્શન આપેલ જે અનુસંધાને અરજદાર (૧) સુભાષભાઈ દુદાભાઈ પ૨મા૨ ૨હે. ખુટલીયા પોલીસ લાઈન  તા.જી.છોટાઉદેપુર નાઓનો redmi note 9 pro મોબાઇલ કિ.રૂ.૧૮,૦૦૦/- (૨) લાલીયાભાઈ મગનભાઈ રાઠવા રહે.ખજુરીયા તા.જી.છોટાઉદેપુર નાઓનો vivo y28 કિ.રૂ.૧૭,૦૦૦/- (3) વિઠ્ઠલભાઈ સવજીભાઈ રાઠવા રહે.આંબાખુટ તા.ઘોઘંબા જી.પંચમહાલ નાઓનો Vivo Y15 કિ.રૂ.૮,૫૦૦ (૪) ચંદ્રકાંતભાઈ જશવંતભાઈ હરીજન રહે.ગંજી ફળીયા છોટાઉદેપુર નાઓનો oppo A31 કિ.રૂ.૧૦,૮૦૦/- નાઓના ખોવાયેલ મોબાઈલની 4 અરજીઓની વિગત CEIR પોર્ટલ પર અપલોડ કરી CEIR પોર્ટલ પર સદર મોબાઈલમાં અન્ય સીમકાર્ડ એકટીવ થતા ટેકનીકલ સોર્સના આધારે મોબાઈલ પોલીસ સ્ટેશન લાવી અરજદારોનો સંપર્ક કરી અરજદારોના કુલ મોબાઈલ નંગ ૦૪ જેની કુલ કિ.રૂ.૫૪,300/- નો મુદામાલ અરજદારશ્રી નાઓને પરત આપી “પોલીસ પ્રજાનો મિત્ર સુત્રને છોટા ઉદેપુર પોલીસ સ્ટેશને સાર્થક કરેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર