Gujarat

સાવરકુંડલા નગરપાલિકા ખાતે સફાઈ કામદાર ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો

સાવરકુંડલા ખાતે નગરપાલિકા દ્વારા સફાઈ મિત્ર હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં બ્લોક હેલ્થ કચેરીનાં ડો.મીનાના માર્ગદર્શન નીચે ડો.સર્વશ્રી ઋતિક પટેલ , ડોક્ટર સમીર સવટ ડો.વિવેક લાડવા, ડો. ભૂમિ પટેલ, ડો.જીજ્ઞા પટેલ , ડો.મનીષા પટેલ સાથે આરોગ્ય કર્મચારીઓએ નગરપાલિકાના ૮૦ જેટલા સફાઈ કર્મચારી મિત્રોનું ટોટલ બોડી ચેક અપ કર્યું હતું અને આરોગ્ય લક્ષી માર્ગદર્શન આપ્યું હતું આ પ્રસંગે પાલિકાના પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, ઉપ-પ્રમુખ પ્રતિકભાઇ નાકરાણી અને પાલિકાના કર્મનિષ્ઠ ચીફ ઓફિસર શ્રી  બોરડ સાહેબે “પાલિકાના સફાઇ કર્મચારી મિત્રોના આરોગ્યની જવાબદારી આપણી ” એ સ્લોગન સાથે સફાઇ કર્મચારીઓને હેલ્થ ચેકઅપ કરવા પ્રોત્સાહિત કર્યા હતા .
બિપીન પાંધી સાવરકુંડલા