National

સુડાનનું સૈન્ય વિમાન ઓમડુરમૈન શહેરમાં દુર્ઘટનાગ્રસ્ત; ૧૯ લોકોનાં મોત

સુડાનનું એક સૈન્ય વિમાન ઓમડુરમૈન શહેરમાં દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું હતું. આ દુર્ઘટનામાં કૂલ ૧૯ લોકોનાં મોત હતા. આ ઘટના બાબતે મીડિયા સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સેના તરફથી અપાયેલા એક નિવેદન અનુસાર દુર્ઘટનામાં સૈન્ય કર્મચારીઓ અને નાગરિકોનાં મોત નિપજ્યાં છે. દુર્ઘટના થવાના કારણ અંગે હજી સુધી કોઇ સ્પષ્ટ માહિતી નથી મળી રહી. સુડાની આર્મીનું એંટોનોવ વિમાન મંગળવારે ઓમડુરમૈનના ઉત્તરમાં વાડી સૈયદના એરબેઝથી ઉડતા સમયે દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું હતું.

આ ઘટના બાદ સુડાનના સ્વાસ્થય મંત્રાલયે જણાવ્યું હતું કે, મૃત્યુ પામેલા લોકોની સંખ્યા ૧૯ છે. તેમના શબોને ઓમડુરમૈનના નાઉ હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત પાંચ નાગરિકો ગંભીર સ્થિતિમાં છે. જેમની સારવાર ચાલી રહી છે.

હાલની પરિસ્થિતિઓમાં ખાર્તૂમ અને અન્ય ક્ષેત્રોમાં સેનાએ ઇજીહ્લ ની વિરુદ્ધ પોતાની કાર્યવાહી ઝડપી કરી છે. આરએસએફ જે પશ્ચિમ દારફુરના મોટા ભાગના હિસ્સાઓ પર નિયંત્રણ ધરાવે છે તેમણે દાવો કર્યો કે, તેણે સોમવારે દક્ષિણ દારફુર પ્રાંતની રાજધાની ન્યાલામાં એક સુડાની સૈન્ય વિમાનને તોડી પાડ્યું. આ પ્રકારની ઘટનાઓ સુડાનના સંકટને વધારે જટિલ બનાવી રહી છે અને નાગરિકોની સુરક્ષા અને શાંતિ માટે ગંભીર ખતરો પેદા કરી રહ્યા છે.