National

આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને દિલ્હી વિધાનસભા પરિસરમાં એન્ટ્રી કરવાથી રોકી દેવાયા

દિલ્હી વિધાનસભામાં નેતા વિપક્ષ આતિશીએ ભાજપની રેખા ગુપ્તા સરકાર પર આકરા પ્રહાર કર્યા

દિલ્હીમાં હાલ વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે, આ દરમિયાન વિપક્ષી દળ આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને દિલ્હી વિધાનસભા પરિસરમાં એન્ટ્રી કરવાથી રોકી દેવાયા. સત્રના બીજા દિવસે જ આપના ૨૧ ધારાસભ્યોને સમગ્ર સેશન માટે સસ્પેન્ડ કરી દેવાયા હતા. હવે તેમના પરિસરમાં પણ આવવા પર રોક લગાવી દેવાઈ છે. આને લઈને નેતા વિપક્ષ આતિશીએ ભાજપની રેખા ગુપ્તા સરકાર પર નિશાન સાધ્યું છે.

આપ નેતા આતિશીએ આરોપ લગાવ્યો છે કે, આપ ધારાસભ્યોએ ‘જય ભીમ’ના સૂત્રોચ્ચાર કર્યા હતા. તેથી તેમને સત્રથી સસ્પેન્ડ કરી દેવાયા હતા. આતિશીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી લખ્યું, ‘ભાજપ વાળાએ સરકારમાં આવતાં જ તાનાશાહીની હદો પાર કરી દીધી.

‘જય ભીમ’ના સૂત્રોચ્ચાર કરવા બદલ ત્રણ દિવસ માટે આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને ગૃહથી સસ્પેન્ડ કર્યા અને આજે આપ ધારાસભ્યોને વિધાનસભા પરિસરમાં ઘૂસવા પણ દેવામાં આવી રહ્યા નથી. આવું દિલ્હી વિધાનસભાના ઇતિહાસમાં ક્યારેય થયું નથી કે પસંદ કરાયેલા ધારાસભ્યોને વિધાનસભા પરિસરની અંદર ઘૂસવા દેવામાં આવી રહ્યા નથી.’

વિધાનસભા ગૃહ પરિસરમાં જવાની પરમિશન ન મળવા પર આમ આદમી પાર્ટીના સસ્પેન્ડ ધારાસભ્ય સ્પીકર વિજેન્દ્ર ગુપ્તાથી મુલાકાત કરી શકે છે. સત્રના બીજા દિવસે જ્યારે ઉપરાજ્યપાલ વીકે સક્સેનાનું અભિભાષણ જારી હતું, ત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગૃહમાં હોબાળો કરી રહ્યા હતા. આ કારણે સ્પીકરે ત્યાં હજાર તમામ ૨૧ ધારાસભ્યોને ત્રણ દિવસ માટે સસ્પેન્ડ કરી દીધા હતા. આની સમય મર્યાદા ૨૮ ફેબ્રુઆરી સુધી છે. જાેકે, અમાનતુલ્લાહ ખાન તે દરમિયાન ત્યાં હાજર નહોતા, તેથી તેમના વિરુદ્ધ સસ્પેન્શનની કાર્યવાહી થઈ નહીં.