સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
આમ તો હવે સાવધાનીનો સમય છે. કોવિડ ગાઇડલાઇનનાં નિયમોનું ચુસ્ત પાલન જરૂરી છે. સાવરકુંડલા શહેરમાં હજુ પણ મોટાભાગે લોકો જાહેરમાં ખુલ્લા મોઢે ફરતાં જોવા મળે છે.. જાણે હવે કોરોના કંઈ છે જ નહીં.. વાત તો સાચી છે કે હજુ કોરોનાએ દેખા દીધાં નથી. પરંતુ આવું જ રહ્યું તો સાવરકુંડલા માટે પણ ચિંતાનો વિષય બની શકે ખરો. કારણ કે કોરોના કંઈ પૂછીને તો આવતો નથી કે સાહેબ અંદર આવું કે?? પ્રસ્તુત દ્રશ્ય સાવરકુંડલા અમરેલી રોડ પર આવેલ રજકાપીઠ પીક અપ બસસ્ટેશનનું છે.. લાગે છે કે હવે તંત્ર દ્વારા સખ્તાઈ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી
સાવરકુંડલા શહેરને સુરક્ષિત રાખવું એ સૌની સહિયારી ફરજ પણ છે..

