ગિરગઢડા
ભરત ગંગદેવ.
લોહાણા મહાજનવાડી તાલાલા (ગીર) ખાતે રૂગનાથભાઇ વાલજીભાઇ કાનાબારને ત્યાં લગ્ન તથા યજ્ઞોપવિતના પ્રસંગે બ્લડ ડોનેશન કેમ્પનું અનોખું આયોજન શ્રી લોહાણા મહાજન તાલાલા, રઘુવંશી યુવા સોશીયલ ગ્રુપ, મારૂતિ હનુમાન ચાલીસા મંડળ તાલાલા નિ વિવિધ સેવાકીય સંસ્થાઓ ના નેજા હેઠળ કરવામાં આવ્યું હતું અને કાનાબાર પરિવારના વરરાજા ચિ આનંદ તથા યજ્ઞોપવિત ધારણ કરનાર ચિ. આયુષ ભરતભાઇ તથા ચિ. દેવાંગ નિતિનભાઇએ પણ રક્તદાન મહાદાન અભિયાન અંતર્ગત બ્લડ ડોનેશન કરીયુ હતુ આ પ્રસંગે ઉપસ્થિત સગા સંબંધી ઓએ મળીને કુલ ૪૦ યુનિટ બ્લડ ડોનેશન થયુ હતું. બ્લડ કલેક્શન માટે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી – રાજકોટ તથા વેરાવળથી ગીર સોમનાથ રેડ ક્રોસ ના ચેરમેન કિરીટ ઉનડકટ, પરાગ ઉનડકટ, ભગવાન સોનૈયા તથા અનિષ રાચ્છ ઉપસ્થિત રહ્યા હતા. બ્લડ ડોનેશનના કાર્યક્રમના ને સમાજ માં પ્રેરણાદાયક ગણાવી લોકો એ બિરદાવિ રહીયા હતા આ કેમ્પના સંકલનમા રેડ ક્રોસના સભ્ય અને તાલાલા મહાજન પ્રમુખ યોગેશભાઇ ઉનડકટનુ મહત્વનુ યોગદાન રહ્યું હતું.


