Gujarat

છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષ સહિતના સભ્યોએ છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય સહિત અધિકારીઓ સાથે મુલાકાત કરી

છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ મંજુલાબેન કોલી, નગરપાલિકાના ઉપપ્રમુખ પરવેઝભાઈ મકરાણી, નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ અલ્પાબેન શાહ સહિતના સભ્યોએ છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, પ્રાંત અધિકારી વિમલ બારોટ અને નિવાસી અધિક કલેકટર શૈલેષ ગોકલાની સાથે મુલાકાત કરી હતી.
નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષ એ મુલાકાત લઈને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા પણ કરી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર