છોટાઉદેપુર જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે આજે ધુળેટીની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી. જિલ્લા પોલીસના જવાનો, ઉચ્ચ અધિકારીઓ અને તેમના પરિવારજનોએ આ ઉજવણીમાં ભાગ લીધો હતો.પોલીસ હેડક્વાર્ટર ખાતે વિવિધ રંગોની છોળો ઉડી. પાણીની ટેન્કરમાંથી પાણી છંટકાવ કરવામાં આવ્યો હતો.

ડીજેના તાલે સૌએ નાચગાન કરીને ધુળેટીના પર્વની મજા માણી હતી.જિલ્લા પોલીસ વડા ઈમ્તિયાઝ શેખે આ પ્રસંગે જિલ્લાવાસીઓ અને દેશવાસીઓને હોળી-ધુળેટીની શુભકામનાઓ પાઠવી હતી. દેશભરમાં ઉજવાઈ રહેલા આ રંગોત્સવમાં છોટાઉદેપુર પોલીસ પરિવારે પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

