રાજકોટ-મીઠાપુર પોલીસ સ્ટેશનના ગુમ થનારને શોધી કાયદેસર કાર્યવાહી કરતી એ-ડિવીઝન પોલીસ.
રાજકોટ શહેર તા.૧૮/૩/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા ની સુચના મુજબ વર્ષ-૨૦૦૭ થી તા.૧૫/૩/૨૦૨૫ ની સ્થીતીએ ગુમ/અપહરણ થયેલ બાળકો/વ્યક્તીઓની શોધવા માટેની ડ્રાઇવ તા.૧૬/૩/૨૦૨૫ થી તા.૩૦/૩/૨૦૨૫ સુધી સ્પેશ્યલ ડ્રાઈવનું આયોજન કરેલ હોય, જે અનુસંધાને P.I આર.જી.બારોટ ના માર્ગદર્શન મુજબ એસ.ટી.ચોકી વિસ્તારમાં અમો ડિ.વાય.મહંત તથા કે.કે.માઢક તથા રમેશભાઈ ચૌહાણ તથા સંજયભાઈ ચૌહાણ તથા જયેશભાઈ ડાંગર પો.સ્ટાફના માણસો આજરોજ રાજકોટ શહેર ઢેબર રોડ બસ સ્ટેન્ડ પાસે એ-ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન રાજકોટ બસ સ્ટેન્ડ પાસે એક માણસ કે જેઓએ બ્લેક કલરનો શર્ટ તથા વ્હાઇટ કલરનુ પેન્ટ પહેરેલ છે. જેઓની પુછપરછ કરતાં પોતે આજથી ૩ દિવસ પહેલા આરંભડા ગામ ધડાનગર દેવભુમી દ્રારકા વાળાઓ પોતાના ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયેલ હોય. જે અંગે દેવભૂમી દ્વારકા મીઠાપુર પોલીસ સ્ટેશન ખાતે તપાસ કરતા ગુમ થનાર વ્યકિત અંગે દેવભૂમી દ્વારકા મીઠાપુર પોલીસ સ્ટેશનમાં ગુમ બ્રોડ કાસ્ટ નં-૪/૨૦૨૫ તા-૧૫/૩/૨૦૨૫ ના કામે દાખલ થયેલ હોય જે અંગે દેવભૂમી દ્વારકા મીઠાપુર પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી ગુમ થનારને દેવભૂમી દ્વારકા મીઠાપુર પોલીસ સ્ટેશનના PSI ડી.એન.વાંજા નાઓને સોંપી આપેલ છે.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


