Gujarat

રાજકોટ શહેર પોલીસ દ્વારા જાહેર જનતાને ખાસ અપીલ ગુનાખોરી અટકાવવા આગળ આવો.

રાજકોટ શહેર પોલીસ દ્વારા જાહેર જનતાને ખાસ અપીલ ગુનાખોરી અટકાવવા આગળ આવો.

રાજકોટ શહેર તા.૧૮/૩/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાંચ દ્વારા આપના રહેણાંકની આજુ-બાજુમાં, આપના વ્યવસાય/નોકરીના સ્થળની આજુ-બાજુમાં કે, અન્ય કોઇપણ જાહેર સ્થળોએ ભય ફેલાવનાર, લુખ્ખાગીરી કરનાર કે, અન્ય કોઇપણ પ્રકારની ગેરકાયદેસર કૃત્ય કરનાર અસામાજીક ઇસમો વિરૂધ્ધ ખાસ ઝુંબેશ શરૂ કરી છે. કોઇપણ જાગૃત નાગરીક આવા ઇસમો બાબતેની જાણકારી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાંચને વ્હોટસએપ મોબાઇલ નં.૬૩૫૯૬૨૯૮૯૬ પર જાણ કરી શકે છે. આપ આવા વ્યકિતઓના નામ અને સરનામું તેમજ અન્ય માહીતી શેર કરી શકો છો. આપની ઓળખ સુરક્ષિત રાખવામાં આવશે અને યોગ્ય ઇનામ પણ આપવામાં આવી શકે છે.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.