પેટા
પાણી પ્રદુષણ ફેલાવાય છે તે નકકી છે : હાઇકોર્ટ-સુપ્રિમકોર્ટ કડક બને તે જરૂરી
પેટા
પાણી પ્રદુષણને છવારનારા મહિલા સહિતના તત્વોને ઉઘાડા પાડવા જાગૃત લોકોની માંગ
જેતપુર, તા.10 (હરેશ ભાલિયા દ્વારા)
ઘણી વખત મેં ચોરી કરી જ નથી તેવી વાત દોહરાવનાર શખસ જ ચોર નીકળતો હોય છે તેવી જ રીતે જેતપુર શહેર અને તાલુકા વિસ્તારમાં ફેલાવાતા પાણી પ્રદૂષણ પાછળ ડાંઇગ એન્ડ પ્રિન્ટીંગ એશોસીએશન સિવાયના કારખાનેદારોનો હાથ હોવાનું ખુદ ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિયન સ્વીકારતું હોવાની વાત બહાર આવી છે. ત્યારે આવા ઉદ્યોગપતિઓ સામે આકરા પગલા ભરાવવા ખુદ એસોસિયેશનના કાર્યવાહકો એ જ જાગવું જોઈએ તેવું જાગૃત લોકો કહે છે.
સૌથી વધુ આશ્ચર્યની વાત એ છે કે જેતપુર શહેર અને તાલુકા વિસ્તારમાં બેફામ પાણી પ્રદૂષણ ફેલાવાતું હોવા છતાં એક મહિલા આગેવાન સહિતના તત્વો જેતપુરના સાડી ઉદ્યોગના પાણી પ્રદૂષણને છવારવાનો પ્રયત્ન કરતા હોય ત્યારે જાગૃત પ્રજાએ આવા તત્વોથી ચેતી જવાની જરૂર છે. તેમજ આવા તત્વોના સહારે જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન દ્વારા પૈસા ફેંકી તમાશા દેખો જેવી નીતિ અખત્યાર થતી હોય પાણી પ્રદૂષણ ના તમામ વિડિયો હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી પહોંચાડવાની ગતિવિધિઓ ચાલુ છે.
તાજેતરમાં જેતપુરમાં ભાદર નદીમાં કલરયુક્ત એકમોના ગંદા પાણીને લઇને જેતપુર ડાંઇગ એન્ડ પ્રિન્ટીંગ એશોસીએશન જણાવે છે કે જેતપુર ડાંઇગ એન્ડ પ્રિન્ટીંગ એશોસીએશન સંચાલિત સીઇટીપીનું સભ્યપદ ધરાવતા પ્રિન્ટીંગ-પ્રોસેસીંગ એકમો દ્વારા ગંદા પાણીને ટેંકર મારફતે જુદા-જુદા ચાર વિસ્તારમાં બનાવેલા કલેક્શન સંપમાં ઠાલવવામાં આવે છે અને આ કલેક્શન સંપમાંથી પાઇપલાઇન મારફતે ગંદુ પાણી ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે પહોંચાડવામાં આવે છે.
તેમજ શહેરનાં જુદા-જુદા ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી અગાઉની ઓપન ચેનલમાં માટી-મલબો નાંખીને ગટર બંધ કરી દીધેલ છે.
તેમજ એશોસીએશન દ્વારા સીઇટીપી સાથે જોડાયેલા તમામ સભ્ય એકમોને અગાઉ સરક્યુલર મારફતે કડક સૂચના આપવામાં આવેલ છે કે, કોઇપણ સભ્ય કારખાનેદારોએ નગરપાલિકા સંચાલિત ભુગર્ભ ગટરમાં કલર-કેમીકલવાળુ ગંદુ પાણી છોડવુ નહી. જો કોઇપણ કારખાનેદાર ભુગર્ભ ગટરમાં ગંદુ પાણી છોડતા પકડાશે તો તેવે વખતે તે અંગે જીપીસીબીને ક્લોઝર સુધીના પગલા ભરવા તેમજ નગરપાલિકાને પોલીસ ફરીયાદ કરવાની ભલામણ કરવામાં આવેલ છે.
આમ, એશોસીએશનના કોઇ સભ્ય એકમો ભુગર્ભ ગટરમાં ગંદુપાણી ઠાલવતા નથી. તેમ છતા જો કોઇ કારખાનેદાર ભુગર્ભ ગટરમાં ગંદુ પાણી છોડતા પકડાય તો તે વખતે એશોસીએશન દ્વારા ક્યારેય છાવરવામાં નહી આવે અને આવા સમયે ગેરકાયદેસર કૃત્ય કરતા કારખાનેદારની વિરૂદ્ધમાં નગરપાલિકા દ્વારા કાયદેસરના પગલાઓ ભરવા જોઇએ તેવુ સ્પષ્ટ મંતવ્ય છે. તેમજ આવા એકમનું એશોસીએશનના સીઇટીપીનું સભ્યપદ રદ કરવામાં આવશે.
બોક્સ : રંગાટ કામવાળા પ્રદુષણ ફેલાવતાં હોવાનો ડાંઇગ એશોસીએશનનો દાવો
જેતપુર : ડાંઇગ એન્ડ પ્રિન્ટીંગ એશોસીએશન દ્વારા એક અખબારી યાદી જાહેર કરાઈ છે કે, જેતપુર-નવાગઢના અનેક વિસ્તારોમાં આશરે ૧૫૦-૨૦૦ જગ્યાએ રંગાટકામ થાય છે અને આ રંગાટકામનું કલરવાળુ ગંદુ પાણી નગરપાલિકાની ભુગર્ભ ગટરમાં જાય છે. રંગાટકામનું ગંદુ પાણી ભુગર્ભ ગટરનો ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત ન થયેલ હોય સીધુ ભાદર નદીમાં ભળે છે. આવા એકમોની સામે નગરપાલિકા દ્વારા એકશન લેવા જોઇએ.
બોક્સ : સાડી કારખાનેદારો પણ પ્રદુષણ ફેલાવે જ છે : ડાંઇગ એશોસીએશન
જેતપુર : ઘણી વખત ચોરી કરનાર તસ્કર જ કહેતો હોય છે કે મેં ચોરી કરી નથી પરંતુ તપાસના અંતે પોતે જ ચોર નીકળતો હોય છે તેવી જ રીતે જેતપુર ડાન્સ ક્રિટીક એસોસિએશન ના કાર્યવાહી કહે છે કે અને સ્વીકારે પણ છે કે અમુક પ્રિન્ટીંગ એકમો સીઇટીપીના સભ્યપદ ન ધરાવતા હોય તેવા કારખાનેદારો દ્વારા પણ ભુગર્ભ ગટરમાં ગંદુ પાણી ઠાલવતા હોઇ શકે. તે ઉપરાંત આજુ બાજુમાં આવેલા અન્ય ઉદ્યોગનું ગંદુ પાણી પણ ભાદર નદીમાં ઠલવાતુ હોઇ શકે.
એશોસીએશન ક્યારેય કોઇ સભ્ય એકમોની અનઅધિકૃત પ્રવૃત્તિ ચલાવી લેશે નહી તેની આ તકે ખાત્રી આપે છે.
બોક્સ : પાણી શુદ્ધિકરણ માટે સીઇપીટી બનાવાશે
જેતપુર : વધુમાં જણાવવાનું કે, એશોસીએશન દ્વારા તાજેતરમાં રૂ।.૩૦ કરોડના ખર્ચે અદ્યતન ટેક્નોલોજીવાળા નવા સીઇટીપીનું નિર્માણ થઇ રહ્યુ છે જે લગભગ ૪ થી ૬ મહિનામાં તૈયાર થઇ જતા ટેક્ષટાઇલ પ્રિન્ટીંગ-પ્રોસેસીંગ ઉદ્યોગના ગંદા પાણીનું વધુ સારી રીતે શુધ્ધિકરણ થશે. . અત્રે ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં ભાટગામ ખાતે ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવ્યો ત્યારે પણ જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના કાર્યવાહકો એવો દાવો કરતા હતા કે હવે સાડી ઉદ્યોગનું પ્રદુષણ યુક્ત પાણી બહાર ક્યાંય છોડવામાં નહીં આવે. આમ છતાં આજની તારીખે પણ પાણી પ્રદૂષણ જેતપુર શહેર તેમજ તાલુકા વિસ્તારમાં બેરોકટોક બન્યું છે. હવે ફરી એક વખત સીઈપીટી બનાવવાના બહાને ડાંઇગ એન્ડ પ્રિન્ટીંગ એશોસીએશનના સુત્રો પાણી પ્રદૂષણ અટકાવવાની વાતો કરે છે. ત્યારે સમય જ બતાવશે કે આ બાબતે શું થશે.
બોક્સ: મહિલા આગેવાનો સમક્ષ ખોળો પાથરતા ઉદ્યોગપતિઓ, અમોને બચાવો !!
જેતપુર : એક બાજુ જેતપુર શહેર અને તાલુકા વિસ્તારમાં સાડી ઉદ્યોગનું પાણી પ્રદૂષણ બેફામ ફેલાતું હોવાનું જગ જાહેર થઈ ગયું છે. બીજી બાજુ આવું પાણી પ્રદૂષણ દૂર કરવાને બદલે જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના ઉદ્યોગપતિઓએ હવે એક મહિલા અગ્રણી સમક્ષ ખોળો પાથરીને બચાવવાની માંગ કરી રહ્યા છે. આ મહિલાના જોરે ઉદ્યોગપતિઓ પાણી પ્રદૂષણનો ઢાંકપિછોડો કરી રહ્યા છે. પરંતુ વિડીયો કેમેરામાં કેદ થઇ ગયેલા પાણી પ્રદૂષણને હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી પહોંચાડવાની કાર્યવાહી વેગમાન હોવાનું જાગૃત લોકો કહે છે. ત્યારે પાણી પ્રદૂષણ બાબતે બીજા ઉદ્યોગપતિઓ પર દોષનો ટોપલો ઢોળતા ઉદ્યોગપતિઓ કેવી રીતે બચી શકશે તે સમયે જ બતાવશે


