મેંદરડા ખાતે ભગવાન પરશુરામ જન્મોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવેલ
સમગ્ર હિન્દું સમાજ અને તાલુકા ભરના બ્રાહ્મણો સહિત બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા
મેંદરડા તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામ જીના જન્મોત્સવની ઉજવણી ધામધુમ પૂર્વક ઉજવણી કરવામાં આવેલ જેનાં ભાગરૂપે સાજે છે કલાકે મેંદરડા આઝાદ ચોક થી બાઈક રેલીનું પણ આયોજન કરવામાં આવેલ હતુ અને બાઇક રેલી પહેલા શ્રી મહાલક્ષ્મી મંદિર ખાતે ભગવાન પરશુરામજી ની પૂજા અર્ચના આરતી સહિત કાર્યક્રમો યોજાયા હતા
ત્યારબાદ બાઈક રેલી મેંદરડા ના આઝાદ ચોક થી શરૂ કરી મેન બજાર,લોહાણા વાડી,નવદુર્ગા ચોક,કુંભાર શેરી,સરદાર પટેલ સ્ટેચ્યુ સર્કલ થી બાઇકરેલી રીટર્ન મેંદરડા આંબેડકર ચોક,પાદર ચોક ખાતે પરત ફરી બાઈક રેલીનું વિસર્જન કરવામાં આવેલ
બાદ પહેલગામ ખાતે આતંકી હુમલામાં મૃત્યુ પામેલા ૨૨ અમૃતાત્માઓ ને શ્રદ્ધાંજલી મેંદરડા તાલુકા સમસ્ત બ્રહ્મસમાજ ટીમ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર દ્વારા આપવામાં આવેલ અને આ બાઈક રેલી તેમજ શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં સર્વધર્મ પ્રેમી જનતા,તમામ હિન્દુ સમાજ, વિવિધ ધાર્મિક સંસ્થાઓ, તમામ હિન્દુ સંગઠનો વગેરે જોડાયા હતા
રીપોર્ટ : કમલેશ મહેતા મેંદરડા





