Gujarat

પહેલગામ હુમલાના મૃતકો અને સૈનિકોની સુરક્ષા માટે માતાજીને ધજા અર્પણ

કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલામાં 27 નિર્દોષ લોકોના મોત થયા હતા. આ ઘટનાએ સમગ્ર દેશમાં આક્રોશ ફેલાયો છે. ભારતીય સેના આતંકવાદીઓને નાબૂદ કરવા ઓપરેશન હાથ ધરી રહી છે.

હાલમાં ભારત-પાકિસ્તાન વચ્ચે તનાવપૂર્ણ સ્થિતિ છે. ભારતીય સેનાએ દુશ્મન દેશના ઈરાદાઓને નિષ્ફળ બનાવવા ઓપરેશન સિંદૂર શરૂ કર્યું છે. દેશની તમામ વિપક્ષી પાર્ટીઓએ સરકારને સમર્થન આપ્યું છે.

ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે બજરંગ દળ અને હિન્દુ સંગઠનોએ માં જગતજનની અંબાના મંદિરમાં ધજા ચઢાવી હતી.

સંગઠનોએ પહેલગામ હુમલામાં મૃત્યુ પામેલા લોકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. સાથે જ ભારતીય સૈનિકોને શક્તિ આપવા માતાજીને વિનંતી કરી હતી.

કાર્યક્રમ બાદ સંગઠનોએ અંબાજી મંદિરના ચાચર ચોકમાં ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા હતા.