જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 ભારતીય નાગરિકોના મોત બાદ ભારત સરકારે ઓપરેશન સિંદુર શરૂ કર્યું હતું.
આ દરમિયાન આણંદ સાયબર ક્રાઇમ પોલીસે સોશિયલ મીડિયા પર નજર રાખી હતી. પોલીસને ઇન્સ્ટાગ્રામ પર @niharsama4141 આઈડી પરથી વાંધાજનક પોસ્ટ મળી હતી.
સાયબર ક્રાઇમ પોલીસે આ મામલે IPC કલમ 353(1)(b) અને 197(1)(d) હેઠળ ગુનો નોંધ્યો હતો. તપાસમાં આ આઈડી વિદ્યાનગરની એક હોસ્ટેલમાં રહેતા યુવકની હોવાનું બહાર આવ્યું હતું. 21 વર્ષીય આ યુવક મૂળ ભુજનો રહેવાસી છે.
પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં જ ઝડપી લીધો છે. આ કેસમાં રાષ્ટ્રીય સુરક્ષા અને અખંડિતતાને જોખમમાં મૂકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાથી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ અંગે નાયબ પોલીસ અધિક્ષક જે.એન.પંચાલ જણાવે છે કે, આરોપી આણંદની અભ્યાસ કરે છે. તે વિદ્યાનગર સ્થિત એક હોસ્ટેલમાં રહે છે. આરોપીનો મોબાઈલ કબ્જે લેવામાં આવ્યો છે.
તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં તેણે જે પોસ્ટ કરી હતી તે મળી આવી છે. હાલમાં તેના અન્ય સોશ્યલ મીડીયા એકાઉન્ટ ઉપર રાષ્ટ્ર વિરોધી પોસ્ટ કરેલ છે કે કેમ તેની તપાસ ચાલુ છે.

