Gujarat

રાત્રે 10થી સવારે 6 સુધી લાઉડસ્પીકર-ડીજે પર પ્રતિબંધ, 4 ઝોનમાં વિભાજન

ખેડા જિલ્લા વહીવટી તંત્રએ ધ્વનિ પ્રદૂષણ નિયંત્રણ માટે મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડ્યું છે. જિલ્લામાં વારંવાર મોટા અવાજે ડીજે વગાડવાની ફરિયાદો મળતી હતી.

તંત્રએ જિલ્લાને ચાર વિભાગમાં વહેંચ્યો છે. આ વિભાગોમાં ઔધોગિક, વ્યાપારિક, રહેણાંક અને શાંતિ વિસ્તારનો સમાવેશ થાય છે. સવારના 6થી રાત્રીના 10 વાગ્યા સુધી નિર્ધારિત ડેસિબલ મર્યાદામાં જ લાઉડસ્પીકર કે ડીજે વગાડી શકાશે.

રાત્રીના 10થી સવારના 6 વાગ્યા સુધી લાઉડસ્પીકર અને ડીજે પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ નિયમથી હોસ્પિટલો, શાળાઓ અને મહાશાળાઓના વિસ્તારોમાં ધ્વનિ પ્રદૂષણ ઘટશે. જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર સામે વહીવટી તંત્ર કડક પગલાં લેશે. જાગૃત નાગરિકો ફરિયાદ નોંધાવવા માટે હેલ્પલાઈન નંબર જાહેર કરવાની માંગ કરી રહ્યા છે.